ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ઝૂંબેશ ચલાવવા માટે કલેક્ટર શ્રી રચિત રાજે નિર્દેશ આપ્યા છે. આ સદર્ભે તાલુકા કક્ષાએ ફરજરત નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ સાથે બેઠક યોજી,ચૂંટણી સંબંધિ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ઈલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવા અને આ માટે ફોર્મ-6બી મહત્તમ કલેક્શન થાય તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. આ સાથે અનાજની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી પણ ચૂંટણી કાર્ડ સાથે આધારને લિંક કરવા માટે લોકોને પ્રેરિત અને જાગૃત કરવામાં આવે તે માટે પણ કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં મતદારયાદી ક્ષતિ રહિત બને અને ઉજઊ અને ઙજઊ સહિત મતદાર યાદીમાં ડુપ્લીકેટ એન્ટ્રી અંગે ફિલ્ડ વેરિફિકેશન સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મહત્તમ આધાર લિંક અને સચોટ મતદારયાદી તૈયાર થાય તે માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતા.
જૂનાગઢમાં ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ઝૂંબેશ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/JUNAGADH-mitting-on-elecation.jpeg)