પાણીમાં ભરતી આવતાં દરિયાકાંઠે પહોંચી ગયા
ખાસ-ખબર ન્યૂઝ વાડીનાર
- Advertisement -
ખંભાળિયા તાલુકાના વાડીનાર સ્થિત દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની જેટીમાં કાલે બપોરે ચાલુ વરસાદે અચાનક ઘણા બધા ઊંટ પાણીમાં તણાય આવ્યા હતા. જેટી પર કામ કરી રહેલા માણસો દ્વારા જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઘણા ઊંટો દરિયાના કાંઠે આવી ગયા હતા અને અડધા પાણીમાં હતા. ત્યાર બાદ જાણ કરવામાં આવતા વાડીનાર બાજુના સિંગચ ગામના માલધારીના ઊંટ ચરતાં ચરતાં નીકળી ગયા હોય અને તેને જાણ થતાં તે માલધારી વાડીનાર જેટી પર આવી ત્યાં ટગની મદદથી અડધા ઊંટો જે પાણીમાં હતા તેને કાંઠે લાવ્યા. બધા ઊંટોને બહાર કાઢવામાં આવ્યા. આશરે પંદરેક જેટલા ઊંટો હતા અને તે ઊંટો ચરતાં ચરતાં સીમમાંથી દરિયામાં પહોંચી ગયા હતા.