પોતાના પતિને ડરપોક કે નાલાયક કહેવું એ એક ક્રૂરતા છે. આ છૂટાછેડા માટે મજબુત આધાર બની શકે છે. કલકતા હાઈકોર્ટે એક ચૂકાદામાં એક મહત્વનું અવલોકન કર્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો મહિલા તેના પતિ પર તેના માતા-પિતાથી અલગ રહેવા માટે દબાણ કરે તો પણ તે છૂટાછેડા માટેનું કારણ બનશે.
જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદયકુમારની ખંડપીઠે કહ્યું કે ભારતીય પરિવારોમાં લગ્ન પછી પુત્રનું માતા-પિતા સાથે રહેવું તે સામાન્ય બાબત ગણી શકાય છે. જો તેની પત્ની તેના પતિને માતા-પિતાથી અલગ કરવાનો પ્રયાસ કરે તો તેના માટઠે યોગ્ય કારણ હોવું જોઈએ ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાની જાળવણી પુત્રની જવાબદારી હોય છે. બેન્ચે જણાવ્યું હતું. જો સ્ત્રી પતિને સમાજની સામાન્ય પ્રથાથી હટાવવાનો પ્રયત્ન કરે તો તેની પાસે યોગ્ય કારણો હોવા જોઈએ. પત્નીના કહેવાથી માતા-પિતાથી અલગ થવુ એ ભારતમાં સામાન્ય નથી. બેન્ચે 25 મે 2009ના ફેમેલી કોર્ટે પશ્ર્ચિમ મિદનાપુરના આદેશને પડકારતી પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. જેમાં પતિને તેની પત્નીની ક્રૂરતા આધાર પર છૂટાછેડાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ખંડપીઠે કહ્યું કે ઘરેલું મુદાઓ પર અહંકાર સંઘર્ષના કિસ્સાઓ અને કેસમાં નાણાકીય જરિયાતોને પહોંચી વળવા સંબંધિત સમસ્યાઓ સિવાય, પત્ની પતિને અલગ થવા માટે કહે તે વ્યાજબી કારણ હોતું નથી. આ મામલે પત્નીની હેરાનગતિ અને મારપીટથી કંટાળીને પતિએ માતા-પિતાને છોડીને ભાડાના મકાનમાં રહેવા માટે નિર્ણય કર્યો હતો.