બસ-સ્ટેન્ડ પાસે બોલાવી બાઇકમાં મુંજકા ચોકડી તરફ લઈ જઈ આચર્યું કારસ્તાન
યુનિવર્સિટી પોલીસ લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમલૈગીંક સબંધ બાંધવા યુવાનને બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા બાદ મુંજકા ચોકડી તરફ લઈ જઈ ત્યાં માર મારી બેલડીએ મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી નાસી છૂટતાં યુનિવર્સિટી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
રાજકોટની ગોકુલધામ સોસાયટી આવાસ ક્વાર્ટરમાં રહેતા 23 વર્ષીય યુવાને રૂદ્ર ગૌસ્વામી અને રાજદિપ ગૌસ્વામી સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મહિલા મીત્ર સાથે છેલ્લા ત્રણ માસથી રહે છે રાજકોટમાં તે મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે તેના મોબાઈલમા રહેલ સમલૈગીક સબંધ માટેની હીશે નામની એપ્લિકેશન મારફતે તે ગઈ તા.20 ના ગૌસ્વામી રૂદ્રના સંપર્કમા આવેલ અને બાદમાં ફોન નંબરની આપલે થઈ હતી અને બન્ને વચ્ચે વાતચીત થતી હતી. ગઇ તા.20ના સાંજે તે નોકરી ઉપર હતો ત્યારે રૂદ્ર ગૌસ્વામીનો સમલૈગીંક સબંધ માટે ફોન આવ્યો હતો તેને હા પાડતા કહેલ કે, તમે બસ્ટેન્ડ પાસે મળવા આવો જેથી યુવાન ત્યાં ગયેલ ત્યારે રૂદ્ર હાજર હતો તેની સાથે તેનો મીત્ર રાજદીપ ગૌસ્વામી હાજર હોય બાદમાં રુદ્ર તેનુ બાઈક ચલાવતો હતો અને તે વચ્ચે બેસેલ અને છેલ્લે તેનો મીત્ર રાજદિપ બેસેલ હતો. ત્રણેય બાઈક ઉપર બેસી બસ્ટેન્ડથી નીકળી કટારીયા ચોકડી થઈને મુંજકા ચોકડી તરફ જતા ગયા હતા જેથી રૂદ્રએ ત્યાં અવાવરુ જગ્યા હતી ત્યા બાઈક ઉભુ રાખેલ અને રાજદિપ કહેવા લાગેલ કે, તું મારા ભાઈને આવા મેસેજ કેમ કરે છે ? તેમ કહી બંને ભાઈઓએ ઢીકા પાટુનો માર મારેલ અને તેની પાસે રહેલ આઈફોન મોબાઈલ રૂ.10 હજાર તેમજ પાકીટમાં રહેલ રૂ.1 હજાર પણ લઈ લીધેલ અને ત્યાથી ફરી વાર તેના બાઇકમાં બેસાડીને કટારીયા ચોકડી તરફ જતા હતા ત્યારે બાઇકની સ્પિડ ઓછી થતાં યુવાને બાઈકમાંથી નીચે છલાંગ મારતા નીચે પડી ગયેલ હતો. બાદમાં બંને આરોપી બાઈક લઈ નાસી છૂટ્યા હતાં બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.