શહેરની શાળા કોલેજ સહિત 300 જગ્યાએ નશામુક્તિ અભિયાન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતાની સૂચના થી સમગ્ર જિલ્લાના તાલુકા મથકે સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજવામાં આવેલ તેની સાથે નશામુક્તિ અભિયાન 300 જગ્યાએ યોજવામાં આવેલ.
જૂનાગઢ રેન્જ આઇજી અને પોલીસ અધિક્ષકે ચાર્જ સંભાળ્યા બાદ તુરંત શહેર અને જિલ્લામાં એક પછી એક ટ્રાફિક ડ્રાઈવ સાથે સર્ચ ઓપરેશન સહીત ગુનાખોરી વાળી જગ્યા એ મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે ત્યારે ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી તેવા શીષર્ક હેઠળ શહેરના ટાઉનહોલ ખાતે સંવાદથી સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના જેંન્ટ્રીઓ સહીત સામાજિક આગેવાન અને શહેરીજનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની સમસ્યા મુદ્દે મુક્ત મને લોકો પાસેથી અભિપ્રાય માંગ્યા હતા.
જેમાં ટ્રાફિક સમસ્યા સાથે સલામતી સહીત શાળા કોલેજ આસપાસ અવરાતત્વો વિષે સંવાદ થયો જેમાં પોલીસ પરિવાર તરફથી સંવાદથી સુરક્ષા આપવાનો કોલ આપ્યો હતો.



