મકાન ખાલી કરવા ધમકી આપતા કુખ્યાત શખ્સે છરી ઝીકી હથેળી કાપી નાખી
રાજકોટમાં વધી જતી ગુનાખોરી અટકાવવાના અભિયન વચ્ચે વધુ એક કિસ્સો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અભિયાન શરુ કર્યું છે તે વચ્ચે રાજકોટના રૂખડિયાપરામાં રવિવારે બપોરે કેબલ ઓપરેટર પ્રૌઢ ઉપર સગા ભત્રીજા એવા કુખ્યાત શખ્સે છરીથી હુમલો કરી હથેળી કાપી નાખતા ચકચાર મચી જવા પામી છે કાકાના ભાડુઆતને મકાન ખાલી કરવાની ધમકી આપતા પોતે સમજાવવા જતા છરીનો ઘા ઝીકી હથેળી કાપી નાખતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે પ્રનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
- Advertisement -
ભગવતીપરામાં રહેતા અને કેબલ ઓપરેટરનો વ્યવસાય ધરાવતા મહેબુબભાઇ ઇસ્માઇલભાઈ શેખઉ.55 ગઈકાલે બપોરે પોતાના ભત્રીજા સમીર ઉર્ફે ધીમો, અજમેરા અને બસીર શેખે છરીથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા જેથી સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં રૂખડિયાપરામાં પોતાની અમુક ઓરડીઓ આવેલી હોય જે ભાડે આપી હોય હુમલો કરનાર સમીર સગો ભત્રીજો છે તે ગત બપોરે ગયો હતો અને આ ઓરડીઓ અમારી માલિકીની છે ખાલી કરીને જતા રહેજો તેમ કહી ગાળો ભાંડતો હોય જેથી ભાડુઆતોએ મલિક મહેબુબભાઈને જાણ કરતા તે ત્યાં ભત્રીજા સમીરને સમજાવવા ગયા હતા પરંતુ ત્યાં તેની સાથે પણ માથાકૂટ કરી છરીના બે ઘા ઝીકી દીધા હતા જેમાં એક હાથની હથેળી કપાઈ ગઈ હતી જેથી ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હુમલાખોર સમીર સામે અગાઉ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણ, ખંડણી, પ્રનગર પોલીસમાં મારામારી, પોલીસ પર હુમલો સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે અને તાજેતરમાં પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.



