ખાસ-ખબર ન્યૂઝ જસદણ
લીંક 3 યોજના હેઠળ વિરનગર ગામને સૈની યોજના હેઠળ સમાવી નર્મદાનું પાણી આપવાની મંજૂર કરવા બદલ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો અભિવાદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં રાજકોટ કોટડાસાગાણી જસદણ તાલૂકાનો સમાવેશ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિરનગર ગ્રામપંચાયતના સભ્યો દૂધ સહકારી ડેરીના સભ્યો સહકારી જૂથ મંડળીના સભ્યો અને સરધાર હલેનડા બોધરાવદર ગઢડીયા જામ વગેરે ગામના લોકો દ્વારા ભવ્યથી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમાં દીનેશભાઈ બાભણીયા, ભરતભાઈ છાયાણી, ભાવેશભાઈ વેકરીયા, શાતૂભાઈ ધાંધલ, જેનતિભાઈ સલૂડીયા, અરજણભાઈ રામાણી, જયરાજભાઈ વેકરીયા, રધૂભાઈ રૂપારેલીયા, નટૂભાઈ સોલંકી, હનૂભાઈ બસીયા, જયેશભાઈ વેકરીયા, કલ્પેશભાઈ વેકરીયા, નરેશભાઈ બરવાળીયા, હરેશભાઈ શેખલીયા, નાથાભાઈ ખુંટ તથા વીવીધ આગેવાનો હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી. મંત્રી કુંવરજીભાઈ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી લોકોને આપવામા આવી હતી. તાલૂકા પ્રમૂખ ભાવેશભાઈએ માહિતી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.