પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ
ભાનુબેન બાબરીયાએ દીર્ધાયુષ્ય, સદાય સારા સ્વાસ્થ્ય અને અખૂટ ઊર્જા બક્ષે તેવી પ્રાર્થના કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
ભારત દેશના ગૌરવ, વિશ્વસ્તરે ભારતની પ્રતિષ્ઠાને નવા આથામ આપનાર, સર્વાંગી વિકાસયાત્રાને વેગ આપનાર, લોકપ્રિય અને જનજનના પ્રિય નેતા, યુવાઓના પ્રેરણાસ્ત્રોત, સામાજિક સમરસતાના હિમાયતી અને વિશ્વના આદર્શ પુરુષ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસના પાવન અવસર પર રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ શુભેચ્છા પાઠવી તેમને દીર્ધાયુષ્ય, સદાય સારા સ્વાસ્થ્ય અને અખૂટ ઊર્જા બક્ષે તેવી પ્રાર્થના કરી છે.
નરેન્દ્રભાઈ મોદીએ પોતાના દ્રઢ સંકલ્પ, અવિરત પરિશ્રમ અને સેવાભાવી જીવન દ્વારા માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રગતિ, વિકાસ અને નવી દિશા બતાવી છે. તેમની પ્રેરણાદાયી નેતાગીરીથી દેશના તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. આધુનિક ભારતના શિલ્પી અને વિશ્વનેતા તરીકે ખ્યાતિ પામનાર આદરણીય પ્રધાનમંત્રીએ દેશના વિકાસની ગૌરવયાત્રા રાજકોટથી શરૂ કરીને સમગ્ર ગુજરાતને આજે સમગ્ર ભારતનું રોલમોડેલ બનાવ્યું છે.
પ્રધાનમંત્રીએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પંથકને સૌની યોજના થકી હરિયાળું તેમજ પાણીદાર બનાવ્યું અત્યાધુનિક આરોગ્ય સુવિધા માટે એઈમ્સ, આંતર રાષ્ટ્રીય હવાઈ મથક, આમ અનેક વિધ વિકાસલક્ષી કાર્યોની રાજકોટને ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ 2014માં ભારતની ધુરા સંભાળી ત્યારથી અતુલ્ય ભારત અને શ્રેષ્ઠ ભારતના વિકાસમાં અથાગ પ્રયત્નો કર્યા છે. આજે તેમના નેતૃત્વમાં ભારત દેશો વિકાસની દોટ ભરી છે. ભારત આજે આર્થિક મજબુતિકરણ સાથે વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનવા જઈ રહ્યું છે.
મહિલા અને યુવાઓ, ગરીબો, ખેડૂતો તેમજ શ્રમિકો આ પંચસ્તંભને દેશના વિકાસની અગ્ર હરોળમાં લાવવા બજેટમાં પ્રાથમિકતા આપી, રાષ્ટ્રીય પોષણ અભિયાન, નારી શક્તિની પહેલને પ્રાધાન્ય આપતા દેશની સંસદમાં પણ મહિલાઓને પ્રાધાન્ય આપતા નારી શક્તિ બિલ પ્રસ્થાપિત કરાવ્યું દેશની નારીઓ તમામ ક્ષેત્રમાં આગળ વધે તે માતે નારી સશકિતકરણને પ્રાધાન્ય આપ્યું, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ ભારત, મેક ઈન ભારત જેવી અનેક યોજનાઓની શરૂઆત કરી જે દેશના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ. ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ, આયુષ્માન ભારત હેલ્થકેરે 50 કરોડથી વધુ લોકોને કવર કર્યું. તેમના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દઈને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, ૠજઝ જેવા આર્થિક સુધારા કર્યા તેમજ ઓપરેશન સિંદુર થકી આંતકવાદી પ્રવૃતિઓ સામે લડવા સક્ષમ અને સંરક્ષણની નોંધ વિશ્વ કક્ષાએ નોંધપાત્ર અને આંતરરાષ્ટ્રિય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારી અને વિવિધ દેશોની સાથે મજબૂત સંબંધો સ્થાપવામાં યોગદાન જેવી અવિસ્મરણીય પહેલો દ્વારા દેશના દરેક નાગરિકને નવી શક્તિ અને આશાનો સંદેશ મળ્યો છે.
પ્રધાનમંત્રીના જન્મ દિવસના પાવન અવસરે દેશની નારીઓના આરોગ્યની ચિંતા વ્યકત કરતા એક અનોખા અભિયાન સ્વસ્થ નારી, સશકત પરિવાર’ને શરૂ કરાવ્યું છે. આમ, જનસામાન્યના હિત માટે અવિરત કાર્ય કરનાર એવા શ્રેષ્ઠ આર્ષદ્રષ્ટા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે.



