મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યમાં લાગુ કરેલા જંત્રીના નિર્ણય સંદર્ભે ચર્ચા થશે. તથા ડેવલપર્સ તરફથી જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો મુદ્દે ચર્ચા થશે. જેમાં ૠ-20 બેઠકની તૈયારીઓ સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા થશે.
આગામી બજેટને લઇ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. તથા બજેટ સત્ર દરમિયાન રજૂ થનાર સરકારી વિધેયકો બાબતે ચર્ચા થશે. તેમજ પેપર લીક મામલે બની રહેલા નવા કાયદા સંદર્ભે પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક મળશે. સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્યમા લાગુ કરેલા જંત્રીના નિર્ણય સંદર્ભે ચર્ચા થશે. ડેવલપર્સ તરફથી જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો અને રાજકીય અસરો બાબતે ચર્ચા કરી નિર્ણય લેવાઈ શકે છે.
જી ટ્વેન્ટી બેઠકની તૈયારીઓ સંદર્ભે કેબિનેટમા સમીક્ષા થશે. તથા બજેટ સત્ર સંદર્ભે કેબિનેટમા ચર્ચા થશે. તેમજ બજેટ સત્ર દરમિયાન રજૂ થનાર સરકારી વિધેયકો બાબતે ચર્ચા થશે.તેમજ પેપર લીક મામલે બની રહેલા નવા કાયદા સંદર્ભે આકરી સજાનો નિર્ણય લેવાશે તેમ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.