ગુજરાતમાં 5 જૂનના 11 સ્થળો પર વડાપ્રધાન મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હોય તે અંગે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા
ગાંધીનગરમાં આજે સરકારની કેબિનેટ બેઠક મળશે. વાત જાણે એમ છે કે, દર બુધવાર જેમ આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા કેબિનેટની બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા થશે. મહત્વનું છે કે, 5 જૂનના 11 સ્થળો પર ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાનાર છે.
- Advertisement -
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે સવારે 10 વાગે ગાંધીનગર ખાતે યોજાશે. દર બુધવારે યોજાતી આ બેઠકમાં અનેક ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 5 જૂનના 11 સ્થળો પર વડાપ્રધાન મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ હોય તે અંગે પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ સાથે રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસ કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર પણ આ બેઠકમાં ચર્ચા થશે.