આજે સાંજે 5 વાગ્યે મળનારી બેઠકમાં PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વરસાદથી નુકસાનીના સર્વે સહિતના મુદ્દે થશે ચર્ચા.
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ શકે છે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે. આજે સાંજે 5 વાગ્યે મળનારી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા થશે અને કમોસમી વરસાદ બાદ ચાલી રહેલા સર્વેના સંદર્ભમાં ચર્ચા પણ થશે. આ સાથે બજેટસત્રની તૈયારીઓ, PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર ચર્ચા થશે.