નરેન્દ્ર મોદીના વિકાસશીલ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે 1 ડિસેમ્બરના રોજ, ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબ્બકાના મતદાન દિવસ નિમિત્તે તમામ મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડવા અને ભાજપને ભવ્ય વિજય અપાવવા હૃદયપૂર્વકની અપીલ કરતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર ભાજપનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ ની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, કેન્દ્રમાં છેલ્લાં આઠ વર્ષથી અને રાજ્યમાં છેલ્લાં અઠ્ઠાવીસ વર્ષથી ભાજપની સરકાર કાર્યરત છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વિકાસની ગાડી પૂરપાટ દોડી રહી છે. જો પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસનાં લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. આથી લોકસભા અને મહાનગરપાલિકાની જેમ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓને વિજયી બનાવવાથી રાજકોટના વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી રાજકોટમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે. નરેન્દ્રભાઈ મોદીના વિકાસશીલ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર ભાજપનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવએ અપીલ કરી છે.
સૌ સૌરાષ્ટ્રવાસીઓ.. ભાજપને મત એટલે એઇમ્સને મત, એરપોર્ટને મત, બસપોર્ટને મત. 108 એમ્બ્યુલન્સ સેવાથી લઈ મફત સારવાર અપાવતા આયુષમાન કાર્ડ અને જન ઔષધી કેન્દ્રોને મત. સૌની યોજના અને લાઈટહાઉસથી લઈ આવાસ યોજનાને મત, ખેડૂતોના ખાતામાં સીધા પૈસાથી લઈ ફાઈવજી ટેકનોલોજીને મત. કે.જી.થી પી.જી. સુધીના મફત શિક્ષણ અને રોજગારીને મત. ભાજપને મત એટલે પાણી, વીજળી, ગેસની સુવિધાયુક્ત સૌરાષ્ટ્રને મત, ટ્રાફિક-પ્રદૂષણ મુક્ત ગામ-શહેરને મત. મેટ્રોટ્રેનથી લઈ સિક્સલેન રોડ-રસ્તાના નિર્માણને મત. ભાજપને મત એટલે સૌરાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિને મત. સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસવાળી ભરોસાની ભાજપને મત એટલે સૌરાષ્ટ્રની સુખ, સમૃદ્ધિ, સુખાકારીને મત. શાંત, સલામત, સ્વાસ્થ્ય, શિક્ષિત ગુજરાતના નિર્માણ માટે કમળના નિશાળવાળું બટન દબાવીને કેસરિયો લહેરાવવાનું જણાવતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત અને સખત કામ કરીને ગુજરાતને વિકાસનું સરનામુ બનાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનવાળી ભાજપ સરકારનાં શાસનમાં રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્યો છે. આજે રાજકોટ-સૌરાષ્ટ્રની દેશ-દુનિયામાં બોલબાલા છે તે પાછળ ભરોસાની ભાજપ સરકારના જનહિતલક્ષી કાર્યો અને વિકાસલક્ષી યોજનાઓ જવાબદાર છે. છેલ્લા અઢી દસકમાં જનતાએ જે વિકાસની અનુભૂતિ કરી છે તેને હવે મતસ્વરૂપે પ્રગટ કરવાનો આ અવસર છે. આપણી જનતા દેશભક્ત છે, હિંદુ સંસ્કૃતિ અને ધર્મમાં માનનારી છે. સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસને વરેલી છે. તેથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ કેવડીયા સુધીના સુજ્ઞ-સંસ્કારી-રાષ્ટ્રવાદી મતદારો પોતાનો સ્પષ્ટ જનાદેશ સમર્થન ભાજપને આપે અને કૌભાંડી કોંગ્રેસ તેમજ અરાજકતાવાદી આમ આદમી પાર્ટીના જ્ઞાતિ, જાતિવાદી, દેશવિરોધી, હિંદુ સંસ્કૃતિ અને ધર્મ અરાષ્ટ્રીય પરિબળોને જાકારો આપે એવી અમારી અરજ છે.
ભાજપ સરકારે શહેરી વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોને શહેરી મતદારો પ્રચંડ સમર્થન આપે તો ગ્રામીણ વિસ્તારમાં ભાજપ સરકારે કરેલા લોકકલ્યાણકારી પ્રકલ્પોને ગ્રામ્યના મતદારો વધાવી લે તેમજ ભાજપ સરકારની ખેડૂત હિતલક્ષી, મહિલાઓ, યુવાનોથી લઈ જનજન માટેની વિવિધ સરકારી યોજનાઓ – જાહેરાતોને આવકારીને તમામ સમાજના જાગ્રત લોકો ભાજપને ટેકો જાહેર કરે તેવી મારી લાગણી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા લાલચુ છે, તેઓ ક્યારેય ગુજરાતનું હિત ન કરી, તેઓએ ક્યારેય આપણું સારું વિચાર્યું સુદ્ધા નથી. લોભ-લાલચ કે મફતની રેવડીઓમાં ફસાયા વિના કોંગ્રેસમુક્ત ગુજરાતના મંત્રને, આમ આદમી પાર્ટીના ઝાડુંને સાફ કરવા આ ચૂંટણીમાં મતદારો ભાજપ તરફી તોતીંગ મતદાન કરે. વંચિતો, પીડિતો, ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગની ખેવના કરતી ભાજપ સરકારને મત આપે. કેન્દ્રમાં રહેલા નરેન્દ્રભાઈ મોદીની શક્તિમાં વધારો કરવા સૌએ ભાજપ તરફી મતદાન કરવું રહ્યું. કમળના નિશાન પર એક એક મત એટલે ભાજપને મત અને ભાજપને મત એટલે નરેન્દ્રભાઈ મોદીને મત અને નરેન્દ્રભાઈ મોદીને મત એટલે આપણા સૌની એકતા, અખંડિતા. સુખ, સમૃદ્ધિ, સલામતી, શાંતિ, સુખાકારીને મત.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ, ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાના માર્ગદર્શન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપ જંગી બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર બનાવશે અને આગામી 5 વર્ષ સુધી જનતાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરશે એનો મને વિશ્વાસ છે. ગુજરાતમાં ચૂંટણીના પહેલા તબક્કામાં તા. 1 અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ પ્રજા દ્વારા પવિત્ર ઉત્સવ સ્વરૂપે લોકશાહીના મહાપર્વ ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન દિવસે દરેક મતદારો અચૂક મતદાન કરે અને ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી જંગી બહુમતી સાથે વિજયી બનાવે એવી ડો. ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, રાજુભાઈ ધ્રુવએ અપીલ કરી હતી.
- Advertisement -
ગુજરાતમાં રાજકીય સ્થિરતાથી લઈ ગુજરાતીઓને શાંતિ, સલામતી, શિક્ષણ અને સ્વાસ્થ્ય એકમાત્ર ભરોસાની ભાજપ સરકાર જ આપી શકે છે