મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ શીવીસ માઈક્રોન એલએલપી નામના કારખાનાનામાં ગત તા. 22 ના રોજ શ્રમિક પોતાની ઓરડીમાં સુતા હતા તે વખતે કોઈ અજાણ્યા શખ્સો ઓરડીમાં પ્રવેશ કરી ચાર મોબાઇલ ફોન, રોકડા રૂ. 2200 તથા કપડા ભરેલ થેલો ચોરી ગયા હોય જે ચોરીમાં ગયેલ ફરીયાદીનો મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એકાઉન્ટમાં રહેલ રોકડા રૂ. 2,59,469 ટ્રાન્સફર વિથડ્રોઅલ કરી કુલ રૂ. 2,82,169 ની મતાની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવ સ્થળનું નિરીક્ષણ કરી ચોરી કરનાર શખ્સો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન ટીમને મળેલ બાતમીના આધારે આ ગુન્હાને અંજામ આપનાર ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા (રહે, દેવભુમી દ્વારકા જીલ્લો) અને અલારખા કરીમભાઇ મોખા (રહે. દેવભુમી દ્વારકા જીલ્લો) ને મોરબીની રવીરાજ ચોકડી ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂ. 1,19,000 સહિત ચોરાઉ મોબાઈલ ફોન, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપીયામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 2,23,063 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ અગાઉ ઘરફોડ ચોરી તથા મોટર સાયકલ ચોરીના ગુનાઓમાં દેવભુમી દ્વારકા જીલ્લામાં પણ પકડાયેલ હોવાનું ખુલ્યું છે.
મોબાઈલ ચોરીને ફોન પે થી રૂ. 2.59 લાખ તફડાવી લેનાર બે શખ્સો ઝડપાયાં

Follow US
Find US on Social Medias