ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં મોરબી ખાતે બનેલ દુર્ભાગ્યપૂર્ણ બનાવમાં દિવંગત થયેલ મૃતકોના આત્માની શાંતિ અર્થે આજરોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર સંકિર્તન હોલ ખાતે પ્રાર્થના સભા અને તેમજ શાંતિ પાઠ કરવામાં આવેલ. મૃતાત્માઓને સોમનાથ મહાદેવ શાંતિ આપે અને ઇજાગ્રસ્તોનું સ્વાસ્થ્ય સુધરે તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જેમાં સોમનાથ મંદિરના પૂજારશ્રીઓ, અધિકારી, કર્મચારીઓ, સોમપુરા સમાજના પ્રમુખશ્રી, આગેવાનો તેમજ ચેન્નઇ થી આવેલ વેદ પારાયણ સત્સંગના સભ્યો, દર્શનાર્થીઓ જોડાયા હતા. સાથેજ સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા દ્વારા લાઈવ સ્ટ્રીમના માધ્યમથી શ્રદ્ધાળુઓ પણ આ પ્રાર્થના સભામાં જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોરબી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા
