ખાસ-ખબર સંવાદદાતા
રામ જન્મભૂમિ અયોધ્યામાં હાલ રામ મંદિરનાં નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ઓકટોબર સુધીમાં રામલલ્લાની ત્રણ મૂર્તિઓ તૈયાર થઈ જશે. આ ઉપરાંત રામ મંદિરનાં માર્ગો પર 25 સ્તંભોનું નિર્માણ કરવામાં આવશે. જેમાં રામાયણ કાળનો અહેસાસ થશે. 4 કિલોમીટર લાંબા રામ પથને આકર્ષક બનાવવાના તમામ ઉપાય કરવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકનાં બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા કેટલા કામો પૂરા કરવામાં આવશે તેનું પણ મંથન કરવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટનાં મહાસચીવ ચંપતરાયે જણાવ્યું હતું કે રામ લલાની ત્રણ મૂર્તિઓ ત્રણ વિષેશજ્ઞ મૂર્તિકાર તૈયાર કરી રહ્યા છે.
ત્રણે મૂર્તિઓ ઓકટોબર સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેમાંથી જે મૂર્તિ સૌથી વધુ સુંદર લાગશે તે મંદિરનાં ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે મંદિર ટ્રસ્ટની બેઠકમાં મંજુરી આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફલોરમાં આરસની ટાઈલ્સનું નિર્માણ કાર્ય પુરૂ કરી દેવામાં આવ્યું છે. ગર્ભગૃહના બન્ને સ્તંભો પર હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ બનશે. મંદિરનાં દરવાજાનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે ડીસેમ્બર સુધી ચાલશે.
રામ જન્મભૂમિ મંદિરને જોડતા 14 કિલોમીટર લાંબા રામપથને આકર્ષક બબનાવવા માટે તમામ ઉપાય કરવામાં આવી રહ્યા છે રામપથ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટથી ઝળહળી ઉઠશે. જયારે આ સ્તંભ પર આકર્ષક સ્તંભ અને પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. અયોધ્યામાં વિભિન્ન રામ પથ પર 25 રામ સ્તંભ સ્થાપિ કરાશે. અયોધ્યામાં પ્રવેશ વખતે શ્રધ્ધાળુઓને રામાયણ કાળનો અહેસાસ થશે.
રામ સ્તંભ લગભગ 6 મીટર ઉંચા રહેશે અને તેનો પરિધ 5 ફૂટનો હશે.ફાઈબલ પેનલમાંથી સ્ટેનલેસ સ્ટીલ કરવામાં આવશે. સ્તંભોની ટોચે ગ્લાસ લાઈટ નખાશે જેની ડીઝાઈન સુર્યની ઉર્જા જેવી છે.