ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે,જગત જનની “માં” જગદંબાનો નવરાત્રી મહોત્સવ નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ચોથા નોરતે ઝાંઝરડા ચોકડીએ આવેલ જલારામ ભક્તિ ધામ ખાતે શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે દોલતપરા, ખામધ્રોળ, જોશીપુરા, જનકપુરી સોસાયટી, અગ્રાવત ચોક, મુબારક બાગ, વાલ્મિકી સમાજ, રાજલ વિઝલ ગરબી સહિત ડુંગરપુર, સોડવદર ગામડાઓમાં થતી શેરી ગરબીઓની અંદાજિત 1100 જેટલી નાની નાની બાળાઓ, દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ સહિતનાઓને ગોરણીઓ કરી તેમના પગ ધોઈ ચાંદલો કરી કંકુ, ચોખા લગાડી પૂજન અર્ચન કરીને ભોજન પ્રસાદ કરાવીને કટલેરીની કીટ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પ્રો.પી.બી.ઉનડકટ, પ્રવીણભાઈ પોપટ, જતીનભાઈ કારીયા, મુકેશભાઈ કારીયા, તથા જગદીશભાઈ દતાણી, મનુભાઈ મોકરીયા, ધનજીભાઈ લુણાગરિયા, વજુભાઈ દુધાત્રા, સંજયભાઈ વાઢેર, મોહનભાઈ ચુડાસમા, સુરેશભાઈ વાઢીયા, સુભભાઈ વાઢીયા, વાઘમશીભાઈ, દીપલભાઈ રૂપારેલીયા, જનકભાઈ ટીલાવત સહિતના લોકોએ હાજરી આપેલ હતી.
- Advertisement -
આ પ્રસંગે ગ્રુપના સભ્યઓ સમીરભાઈ દવે, શૈલેષભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, દિનેશભાઈ રામાણી, દેવાંગભાઈ પંડ્યા, લલીતભાઈ ગેરીયા, અક્ષિતભાઈ કુબાવત, સમીરભાઈ ઉનડકટ, ઋતિકભાઇ ગજ્જર, સુધીરભાઈ રાજા, મનીષભાઈ રાજા, ભરતભાઈ ભાટીયા, રાહુલભાઈ ભટ્ટ, ભાર્ગવભાઈ દેવમુદારી, કિરીટભાઈ તન્ના, યાત્રિકભાઈ ભટ્ટ, મૌલિકભાઈ ભટ્ટ, વિશાલભાઈ અભાણી, હાર્દિકભાઈ ઠાકર, હરિભાઈ કારીયા, કિશોરભાઈ પટોડીયા, ભાવેશભાઈ જેઠવા, લક્ષ્મણભાઈ સેવરા, કલ્પેશભાઈ રૂપાપરા, ગીતાબેન રૂપાપરા, પરેશભાઈ પંડ્યા, સંજયભાઈ સોલંકી, નેહલભાઈ પોપટ, પ્રશાંતભાઈ તોલાણી ભાવિનભાઈ ચિત્રોડા, પરેશભાઈ પાઠક, વિજયભાઈ જોરા, મીન્ટુબેન તન્ના, પરેશભાઈ સાવલિયા, સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી.