પગલાં લો નહીં તો આકરો હુકમ કરવો પડશે : રાજ્ય સરકારને કોર્ટની ફટકાર
રખડતાંં પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ: હાઈકોર્ટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રખડતાં ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહી છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતાં ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટે રખડતાં પશુને લઈ રાજ્ય સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે આદેશ આપતા કહ્યું કે, ’સાંજ સુધીમાં પગલા લો નહીં તો કોર્ટે આકરો હુકમ કરવો પડશે. રખડતાં પશુના કારણે કોઈનો જીવ ન જવો જઈએ’. મહત્વનું છે કે, રાજ્યમાં રખડતાં ઢોરના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેમજ કેટલાંક લોકો રખડતાં ઢોરના શિકાર બની રહ્યાં છે. આથી, રખડતાં ઢોરના કારણે થતા મૃત્યુને લઇને હાઇકોર્ટે ગુજરાત સરકાર વિરૂદ્ધ આકરું વલણ અપનાવ્યું છે.
રખડતાં ઢોરના ત્રાસને લઇ જુઓ જનતા શું ઇચ્છે છે?
– રખડતાં ઢોરનો ત્રાસ દૂર થાય
– તંત્રની ઢોર પાર્ટીની કામગીરી વધુ મજબૂત બને
– પાંજરાપોળની પણ સંખ્યા વધારવામાં આવે
– પશુઓ માટે પણ અલગ જમીન ફાળવવામાં આવે
– પશુપાલકોને શહેરથી દૂર અલગ જમીન ફાળવવી જોઇએ
– રખડતાંં ઢોરના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે તે દૂર થવી જોઇએ
– વાહનચાલકોને પડતી મુશ્કેલીનું નિવારણ આવવું જોઇએ
– રખડતાં ઢોરની સમસ્યાને લઇ અધિકારીઓ સામે પણ પગલા લેવા જોઇએ
– જે તે વિસ્તારને લગતા અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઇએ
– તંત્રએ પશુપાલકોની પણ સમસ્યા સમજી નિવારણ લાવવું જોઇએ
– તંત્રનું કામ માત્ર બે-ત્રણ દિવસ દેખાડા પૂરતું જ ન હોવું જોઇએ
– તંત્ર દ્વારા રખડતાં ઢોરને લઇ સતત કાર્યવાહી કરતું રહેવું જોઇએ
- Advertisement -