-દેશની છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની યોજાયેલ પેટાચૂંટણીના પરિણામો કાલે
-સપાના મેન્ટર મુલાયમસિંહના નિધનથી ખાલી પડેલી લોકસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત : યુપીની રામપુર ઉપરાંત ઓડિસા, રાજસ્થાન, બિહાર, ઉતરપ્રદેશ અને છતીસગઢમાં પેટાચૂંટણી યોજાશે
- Advertisement -
ચૂંટણી પંચ દ્વારા દેશમાં પાંચ વિધાનસભા બેઠકો તથા એક લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત ઓડિસા, રાજસ્થાન, બિહાર અને છતીસગઢ તથા ઉતરપ્રદેશમાં એક-એક વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જ્યારે હાલમાં જદિવંગત થયેલા સમાજવાદી પક્ષના મેન્ટર મુલાયમસિંહ યાદવની મૈનપુરી બેઠક પર લોકસભાની પેટાચૂંટણી યોજાશે.
ઓડિસાની પદમપુર, રાજસ્થાનની સરદાર શહર, બિહારની કુરહાની, છતીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉતરપ્રદેશની રામપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. રામપુર વિધાનસભા બેઠક સમાજવાદી પક્ષના અગ્રણી આઝમ ખાન ગેરલાયક ઠરતા આ બેઠક ખાલી પડી છે. જે માટે હવે પેટાચૂંટણી યોજાશે.
તા. 10ના રોજ નોટીફીકેશન જાહેર થશે અને તા. 5 ડીસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તેની સાથે જ આ તમામ પેટાચૂંટણીઓનું પણ મતદાન યોજાશે અને તા. 8ના રોજ પરિણામ પણ સાથોસાથ જાહેર થશે.
- Advertisement -
હાલમાં જ દેશમાં છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોનું મતદાન થયું છે તેમાં આવતીકાલે મતગણતરી થશે અને તે માટે ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે. આમ દેશમાં નવેમ્બર અને ડીસેમ્બર માસ ચૂંટણીનો માસ બની જશે.