10 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના એસ.કે. ચોક ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ખાદ્યચીજોનું વેચાણ કરતાં ખોડીયાર કોલ્ડ્રિંકસ, નકલંક ડેરી ફાર્મ, રાજશક્તિ સોડા શોપ, સૂર્યોદય પ્રોવિઝન સ્ટોર, શીવ ચીકી, પ્રિન્સ અમૂલ પાર્લર, બંસીધર પ્રોવિઝન સ્ટોર્સ, મારુતિ કીરાણા ભંડાર, મંત્ર સોડા શોપ અને અનમોલ પ્રોવિઝન સ્ટોર સહિતનાને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા મહાવીર પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ડેરી ફાર્મ, શ્રીનાથજી મેડીસીન્સ, જય જલારામ ફરસાણ, રાજશક્તિ ફરસાણ, ઠક્કર ગૃહ ઉદ્યોગ, સારંગ નમકીન, રવિ ફરસાણ, સિરાજ પ્રોવિઝન સ્ટોર, શિવમ પ્રોવિઝન સ્ટોર, પ્રિન્સ મેડિકેર, મુરલીધર પ્રોવિઝન સ્ટોર્સની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ખાદ્યતેલના કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં બંસીધર ટ્રેડીંગ, જૂના માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસેથી જયશ્રી રિફાઈંડ કપાસિયા તેલ, માધવ ટ્રેડીંગ જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી સરકાર રિફાઈંડ કપાસિયા તેલ, મજીઠીયા ટ્રેડર્સ જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી ડોલર રિફાઈંડ સનફ્લાવર ઓઇલ અને બાલમુકુંદ કિરાણા ભંડાર ઉદ્યોગનગર-2, વિશાલ કોમ્પલેક્ષ સામે, મવડી મેઈન રોડ પાસેથી ગુલાબ ગ્રાઉન્ડનટ ઓઈલના નમૂના લેવામાં આવ્યા હતા.