સિદ્ધાર્થ રાઠોડ
રોજની બસયાત્રામાં દેખાતી સત્યની અને સ્વાર્થની અથડામણ
- Advertisement -
ઇતિહાસમાં ભણ્યા કે સિકંદરે આખી દુનિયા જીતવા મેસીડોનીયાથી કૂચ કરી, ઘણા રાજ્યો જીત્યો, ઘણા રાજાઓને હરાવ્યા, અગણિત લાશો બિછાવી.એજ સિકંદર ભારતમાં આવ્યો ત્યારે નૈતિક રીતે અંદરથી તૂટી ગયો. તેણે ત્યાંથી પાછા જવાનું વિચાર્યું,સૈનિકો પણ ભાંગી પડ્યા હતા પાછા ફરતી વખતે એક રોગના લીધે તે મહામહાન, અઝીમોશ્શાન, મહાબલી સિકંદર મૃત્યુશૈયા પર પછડાયો. પોતાની અંતિમ સફર વખતે તેણે પોતાના સૈનિકોને હિદાયત આપી હતી કે મારા બેય હાથ ખુલ્લા રાખજો કે જેથી ખબર પડે કે માણસ ગમે તેટલું જીતે અંતે હાથમાં કંઇ આવવાનું નથી. મહાભારતમાં વાંચ્યું કે રાજપાટ મેળવ્યા પછી યુધિષ્ઠિરે વિષાદ અનુભવ્યો, મનમાં અગણિત વીરોની હત્યાઓનો બોજ લઈને તેઓએ રાજ કર્યું અને અંતે તે પાંડવો તથા દ્રૌપદી સહીત હેમાળે હાડ ગાળવા ગયા. ગાંધીજી યાદ આવ્યા જેઓએ કહ્યું કે અહિંસા પરમો ધર્મ. આપણા દેશનો મુદ્રાલેખ છે સત્યમેવ જયતે. સમ્રાટ અશોક અને બુદ્ધ, રાજા ભરથરી આ બધાએ મારા અવચેતન મનમાં પાયામાં ચણતર કર્યું અને મારા માનસિક આધારની નીંવ રાખી.
રખે સમજતા કે હું કોઈ અસાધારણ, માથાભારે કે પ્રખર જીનીયસ માણસ છું. ભારતનાં કોઈ પણ ખૂણે પાનનાં ગલ્લાથી જાહેર શૌચાલય કે ઈંડાની લારીથી લઈને સાંજની મંદિરની આરતીમાં કે ડ્રોઈંગરૂમમાં ભજન વગાડતો કે પ્રાઇવેટ પાર્ટીમાં એડલ્ટ ફિલ્મો જોતો જોવા મળું છું. હું આમ કોઈ સ્ત્રી સાથે વાત કરતા પણ અચકાતો હોઉં છું અને તેની પાછળ તેના વિષે ભદ્દી કોમેન્ટો કરતો જોવ મળું છું. જેમ એકજ વિષ્ણુના પરશુરામથી લઈને બુદ્ધ સુધીના અંતિમો હોય અને તે અંતીમોના સંગમ જેવા કૃષ્ણ હોય એમ મારામાં પણ સાવ સંસ્કારીથી લઈને છેલ્લી પાટલીના હલકટ સુધીનાં રંગો સુધીનું મેઘધનુષ્ય છે. ઘણીવાર આ અંતિમો, અંતિમો મટીને એકજ સિક્કાની બે બાજુ બની જાતા હોય છે. હું મૂળવાતથી ભટકી ગયો. ખૈર, આ બધું તો ગમે તેમ મારી વાતમાં આવી જ જાતું હોય છે. ઉભરો ક્યાંક તો ઠાલવવો ને! વાત મારી છે – કોમનમેનની. તો ઉપરોક્ત જણાવેલ મહાપુરુષોના બોધના પ્રતાપે મને પણ વાત ગળે ઉતારી ગઈ કે સત્તાનો મોહ ઘાતક છે, વ્યર્થ છે.આમેય મારા જેવાને સત્તાઈ વાત કોઈપણ રીતે લાગૂ પડતી નથી. અહિયાં તો લોનના ઈએમઆઈ ભરાય તો પણ ઘણું. ઓહો! ફરીવાર પ્રવચન ચાલુ થઇ ગયું. બોલ્યુંચાલ્યું માફ માલિક, આ શું ઘરમાં બૈરી, બહાર બીજા લોકો અને ઓફિસમાં બોસ બોલવાનો મોકો નથી દેતા ને એટલે! સોરી, આયમ સોરી!
વાત એમ છે કે હું રોજ ઓફિસે જવા માટે બસનો ઉપયોગ કરું છું. બસમાં પ્રવેશ કરતાંજ દેખાતું વિન્ડોગ્લાસ પર ચોટાડેલું ‘સત્યમેવ જયતે’નું સ્ટીકર મારું સ્વાગત કરે છે. બસમાં અલગ અલગ વર્ગો માટે સીટો રિઝેર્વ છે સગર્ભા મહિલાઓ માટે, સિનીઅર સીટીઝન માટે, નિવૃત્ત સ્વાન્ત્ર્યસેનાની માટે, વગેરે વગેરે,……સરકારની વ્યવસ્થા માટે મન જાગે. એક દિવસ એક સગર્ભા મહિલાની સીટ પર એક જાડિયાને બેઠેલો જોયો ત્યારે એક મિનીટ માટે તો મને તેના ઉપસેલા પેટ પર શંકા ગઈ જ. એકવાર સિનીઅર સિટિઝનની સીટ પર એક નાના બાબલાને બેઠેલો જોયો ત્યારે રામાયણનું રામરાજ્ય, મહાભારતના હસ્તિનાપુરમાં બદલાઈ ગયું હોવાનું ભાન થયું. કારણ કે જયારે કોઈ સગર્ભા મહિલા બસમાં ઉભી હોય ત્યારેય ઈ જાડીયાને ભાન ના થયુ કે તેણે સીટ છોડી દેવી જોઈએ અને ઈ બાબલો પન્તેની સામે બસની ગતિ સાથે આરોહ અવરોહમાં ઝૂલતા ડોસાજીને જોઈએ મલકતો હતોપા સીટ નતો છોડતો. આ બધી બાબતોથી આઘાત પામેલા મેં હરહમેશા કોઈ પ ખાલી સીટ પર બેસવાનું છોડી દીધું.મને લાગતું હતું કે હું બે-ત્રણ કલાક સુધી ઉભો રહી શકું છુ તો શા માટે માંરેમારે બેસવું જોઈએ. તે બેઠક કોઈ પણ બીજી જરૂરિયાતમંદ વ્યક્તિને કામ લાગે. આમ, હું સીટ પર બેસતો નહી અને બીજાને બેસવા દેતો. એકવાર એક જ સીટ ખાલી હોવા છતાં મેં મારી પાછળના એક ટપોરીને ત્યાં બેસવા દીધો અને તે સીટી મારતો-મારતો ત્યાં બેઠો એટલે તેની બાજુમાં બેઠેલી માસી ઝબકીને પોતાની સીટમાં સંકોચાઈ ગઈ. થોડો અફસોસ થયો પણ જવા દો એમ માનીને મેં ધ્યાન ન દીધું. બીજીવાર એવું બન્યું કે હું બસમાં ચડ્યો અને સીટ ખાલી જોઈનેમે એ સીટને ખાલી રહેવા દીધી. તરત જ એક અલમસ્ત હડફો ચડ્યો અને એ સીટ પર બેસી ગયો. એની સાથે આવેલા એક વૃદ્ધ ડોસાજી દયાર્દ્ર ચેહરે ઈ સીટને જોતા રહ્ય. એક બે વાર એ હડફાને બોલાવવાનો પ્રયત્ન પણ તેઓએ કર્યો પણ એ સાંઢ મોબાઈલ પર ગાળાગાળી કરવામાંથી ઉંચો આવે તો ને! બળીયાના બે ભાગ એ કહેવત યાદ આવી.
- Advertisement -
સ્ટોપે ઉભા-ઉભા મેં બસને જોઈ અને તેની સાથે તાલ મિલાવતો હું ધીમે-ધીમે દોડ્યો અને બસમાં ચડી ગયો. પાછળથી ગાયોનું ધણ છૂટ્યું હોય એમ દોડતા માણસોના ઘણ જેવા ધક્કા ખાતો-ખાતો હું સાવ છેલ્લી બારી પાસેની સીટમાં દૂબકી ગયો. બાકીના બધા એક રનથી મેચ હારેલી ટીમના કેપ્ટનની જેમ ઉતરેલી કાઢી જેવા ડાચા રાખીને ઉભા રહી ગયા જયારે હું ઓલા હુસેન કે ઉસૈન બોલ્ટની જેમ ગર્વ અનુભવતો સરખો થયો. મજા આવી ગઈ સિકંદર, ચન્ગીઝખાનથી લઈને વાયા મેહમૂદ ગઝની, ઔરંગઝેબ…હિટલર સુધીના બધા યાદ આવી ગયા. પાંચ મિનટ થઇ ન થઇ ત્યાં તો મેં તે ઉભેલી ભીડમાંથી એક ચહેરો ઓળખ્યો. જોયું તો તે કાલે મળેલા દાદા જ હતા. મેં ઇશારાથી તેમને પાસે બોલાવ્યા.દાદા, અહી બેસો. ના ભાઈ! તમે બેસો ને. મારે તો અહિયાં નાકે જ ઉતરવું છે. : અરે! બેસો બેસો. મારે ચાલશે. દાદા બેઠા અને હું ઉભો રહ્યો. સ્ટોપ પર ઉતરતી વખતે એ દાદાએ મારી સામે જેવી કૃતજ્ઞતાથી મારી સામે જોયું ઈ ભૂલી શકીશ નહી. પછી મારો સ્ટોપ આવ્યો અને ઉતારવા માટે ચાલતો થયો ત્યારે મેં જોયું કે વિન્ડોગ્લાસમાં ઓલું ‘સત્યમેવ જયતે’ વાળું સ્ટીકર ઉખડી ગયું હતું. તેના ગુંદર પર જામેલી ધૂળ એ વાતની ચાડી ખાતી હતી. નીચે કોઈ જીમની જાહેરાતવાળું સ્ટીકર ચોટાડી ગયું હતું જેમાં લખ્યું હતું ‘બલમેવ જયતે’ મનમાં ને મનમાં મલકતો હું બસમાંથી ઉતર્યો અને એક પાનની દુકાને માવો લેવા ગયો ત્યારે ત્યાં વાગતું હતું કે, ‘શ્રીકૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વાસુદેવા…..’
મારી વાર્તા પૂરી. અર્થઘટન કે અનર્થઘટન તમારી ઉપર………



