પરિવારમાં 3 કે તેથી વધુ મોત પર રૂ.25 લાખની સહાય, મૃતકોને 10-10 લાખ, ઘાયલોને 2-2 લાખ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
જેસલમેર બસ આગના સંદર્ભમાં પોલીસે બુધવારે રાત્રે બસ માલિક તુરાબ અલી અને ડ્રાઇવર શૌકતની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક અભિષેક શિવહરેએ જણાવ્યું હતું કે આ કેસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ દરમિયાન, રાજ્ય સરકાર મૃતકોને ₹10-10 લાખ અને ગંભીર રીતે ઘાયલોને ₹2-2 લાખ સહાય આપશે. અન્ય ઘાયલોને ₹1-1 લાખ આપશે. મુખ્યમંત્રી ભજનલાલ સરકારે આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જેસલમેર બસ આગના પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે. ત્રણ કે તેથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવા પરિવારોને ₹25 લાખની સહાય મળશે.
જેસલમેર બસ આગના ભોગ બનેલા લોકોના પરિવારો જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ધરણા પર બેઠા છે, અને પૂરતા વળતરની માંગણી સાથે મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ દરમિયાન, આગમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. ગુરુવારે સવારે સારવાર દરમિયાન 54 વર્ષીય ભાગા બાનોનું મૃત્યુ થયું છે.
શેરગઢ (જોધપુર)ના રહેવાસી મહેન્દ્ર મેઘવાલ, તેમની પત્ની પાર્વતી મેઘવાલ, પુત્રીઓ ખુશ્બુ અને દીક્ષા અને પુત્ર શૌર્યનું આગમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારોએ વળતરની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યા છે.
શેરગઢ (જોધપુર)ના રહેવાસી મહેન્દ્ર મેઘવાલ, તેમની પત્ની પાર્વતી મેઘવાલ, પુત્રીઓ ખુશ્બુ અને દીક્ષા અને પુત્ર શૌર્યનું આગમાં મૃત્યુ થયું હતું. તેમના પરિવારોએ વળતરની માંગણી સાથે ધરણા પ્રદર્શન કર્યા છે.
જેસલમેર બસમાં લાગેલી આગનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પાછળ સળગતી બસ છે. આગમાં દાઝી ગયેલો એક યુવાન હાઇવે પર મદદ માંગતો બહાર આવે છે.
લોકો વીડિયો બનાવી રહ્યા હતા. બાદમાં તે રસ્તા પર ઉભેલી એક કારમાં બેસે છે, પરંતુ આ સાથે જ કારનો ડ્રાઈવર તેને કારમાંથી નીચે ઉતારી દે છે. અંતે, એક બાઇક સવાર મદદ માટે આવે છે. તે દાઝી ગયેલા યુવાનને બાઈક પર પાછળ બેસાડીને હોસ્પિટલ લઈ જાય છે.