મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મુંબઇ-અમદાવાદ રાષ્ટ્રીય માર્ગ પર ભયંકર રોડ એક્સિડેન્ટ થયો છે. આ રોડ એક્સિડેન્ટ વાઘોબા ઘાટની પાસે થયો છે, જેમાં એક બસ 25 ફીટ ઉંડી ખાણમાં પડી ગઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોની ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે, જેમાંથી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક્સિડેન્ટમાં ઇજાગ્રસ્ત બધા લોકોને સ્થાનીક પ્રશાસન, બચાવ દળ કે સ્થાનીક લોકોને સ્થાનીક સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે, રાહતની વાત છે કે અત્યાર સુધીમાં કોઇની મૃત્યુના સમાચાર આવ્યા નથી.
- Advertisement -
મળેલા સમાચાર અનુસાર, આ બસ મહારાષ્ટ્ર રાજય સડક પરિવહન નિગમની છે, જે ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલથી પાલઘરના બોકસર જઇ રહી હતી. જ્યાં પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રોડ એક્સિડેન્ટ સવારના 6 વાગ્યે થયો હતો. તેમજ એક મુસાફરે આરોપ લગાવ્યો છે કે, બસનો ડ્રાઇવર દારૂના નશાની હાલતમાં હતો, જે બેજવાબદારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો, જેને કારણે આ એક્સિડેન્ટ થયો.
મુસાફરોએ ડ્રાઇવર બદલવા માટે માંગ કરી હતી
બસના એખ મુસાફરે આોપ લગાવ્યો કે, બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો, અને તે બેજવાબદારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો. તેમની સાથે જ બસના કેટલાક મુસાફરોનું કહેવું છે કે, ડ્રાઇવર બદલવાની પણ માંગણી કરી હતી, પરંતુ તેમણે આ વાત પર ધ્યાન આપ્યું નહોતું.
સ્થાનીક રિપોર્ટ અનુસાર, પાલઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીનું કહેવું છે કે, બસનો ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત થયો છે, જેની સારવાર ચાલી રહી છે. તેમણે આગળ કહ્યું કે, તેમના સ્વાસ્થયનો ટેસ્ટ કરવામાં આવશે, ત્યારપછી કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
#WATCH 15 passengers injured after a bus plunges into a roadside ditch near Waghoba Ghat in Palghar, Maharashtra
Police & local administration engaged in relief & rescue operation pic.twitter.com/UgXbXJx4V6
— ANI (@ANI) May 27, 2022