આફ્રિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માલી દેશમાં મોટી ઘટના સામે આવી છે. જ્યાં આફ્રીકા દેશના માલીમાં એક બસમાં મોટો ઘડાકો થતા 11 લોકોની મૃત્યુ થઇ ગઇ, જયારે 53 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો જિહાદી હિંસાનો ગઢ મનાતા મોપ્તી વિસ્તારમાં થયો છે. મોપ્તીમાં શુક્રવારના સવારે બંદિયાગરા અને ગૌંડકાની વચ્ચે ચાલી રહેલી તેમની બસમાં બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે બસમાં યાત્રીકો ખીચો ખીચ બેઠા હતા.
પોલીસ અને સ્થાનીક લોકોના જણાવ્યા અનુસાર, 10 મુસાફરોની મૃત્યુ અને અનેક લોકોના ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક બંદિયાગરા યૂથ એસોસિએશનની મૌસા હાઉસસેનીએ જણાવ્યું કે, અમે અત્યારે મૃતદેહોને હોસ્પિટલ લઇ જઇ રહ્યા છિએ. મ-તકોની સંખ્યા સતત વધી રહી છે. જયારે, પોલીસએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઇને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
- Advertisement -
ઉલ્લખનીય છે કે, માલી લાંબા સમયથી એક જિહાદી વિદ્રોહથી પરેશાન છે. આ વિદ્રોહનું કારણ અત્યાર સુધીના હજારો લોકોના મૃત્યુથી ચૂકવી છે. જયારે, આ વિદ્રોહનું કારણ સેંકડો લોકોએ પોતાના ઘર છોડીને જવું પડયું છે.