રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિઘ્ધ
ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ દિવાળી તહેવાર અંતર્ગત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે જેમાં દિવાળી અને દેવ દિવાળી પર્વમાં રાત્રિના આંઠથી દસ બે જ કલાક ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે આ ઉપરાંત આગના બનાવો બનતા અટકાવવા માટે અને લોકોની સલામતી માટે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ કમિશનરએ પ્રસિધ્ધ કરેલ જાહેરનામામાં જણાવ્યું છે કે દિવાળી પર્વ અંતર્ગત સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રિના આંઠથી દસ બે જ કલાક ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવશે આ ઉપરાંત જાહેર જનતાને જણાવવાનું છે કોર્ટ બિલ્ડિંગ, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ, એલપીજી પ્લાન્ટ, સહિતના સ્થળોની આજુબાજુમાં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ચાઇનીઝ તુક્કલ આતશબાજી બલૂન જે કોઈપણ જગ્યાએ સળગતી હાલતમાં પડતું હોય છે અને તેનાથી આગ લગવાનું જોખમ પણ રહેલું છે તેમજ કોઈ વ્યક્તિના જીવનું પણ જોખમ રહેલું હોવાથી આ પ્રકારના ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ જાહેરનામું આગામી તારીખ 27 ઓકટોબરથી તારીખ 16 નવેમ્બર સુધી અમલમાં રહેશે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.