આપણે આપણા સાંસ્કૃતિક ડ્રેસની ઈજ્જત કરવી જોઈએ: ગૃહમંત્રી મહેબૂબ અલી
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટકમાં હિજાબનો વિવાદ શાંત થતો જોવા મળી રહ્યો છે પરંતુ તેની ચિણગારી પડોશી રાજ્ય તેલંગાણા સુધી પહોંચતી નજર આવી રહી છે. હૈદરાબાદની એક કોલેજમાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરીને પરીક્ષામાં બેસતા અટકાવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, તેમને અડધો કલાક રાહ જોવી પડી હતી અને બુરખો હટાવ્યા બાદ જ પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી.
- Advertisement -
શુક્રવારે હૈદરાબાદની ઊંટ રંગારેડ્ડી મહિલા ડિગ્રી કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને પરીક્ષા આપવા માટે પહોંચી હતી પરંતુ કોલેજ પ્રશાસને તેમને અંદર પ્રવેશ નહોતો કરવા દીધો. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે તેમને બુરખો ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ બુરખો પહેરીને પરીક્ષા હોલમાં ન જઈ શકે. તમારે બુરખો ઉતારીને અંદર આવવું પડશે પરીક્ષા પૂરી થયા બાદ તમે તેને ફરીથી બહાર પહેરી શકો છો.