ઇન્ડિયન પ્રીમિયર લીગની 20મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાન રૉયલ્સને 57 રનોથી હરાવ્યુ, મુંબઇની આ મોટી જીતમાં બૉલરોની મોટી ભૂમિકા રહી. રાજસ્થાનની ટીમને 18.1 ઓવરમાં જ 136 રનના સ્કૉર સાથે પેવેલિયન મોકલી દીધી હતી. મેચમાં મોટી ધમાલ બુમરાહે મચાવી, ફોર્મમાં પરત ફરેલા બુમરાહે ચાર ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જ્યારે બૉલ્ટે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
બુમરાહે ફોર્મમાં આવતાની સાથે જ રાજસ્થાનના કેપ્ટન સ્મિથને સૌથી પહેલા પેવિલેયન મોકલ્યો, બાદમાં તેવાટિયા, શ્રેયસ ગોપાલ અને આર્ચરને આઉટ કરીને મુંબઇની જીત અપાવી હતી.
- Advertisement -
જોકે, બૉલ્ટે પણ દમદાર પ્રદર્શન કર્યુ હતુ, બૉલ્ટે રાજસ્થાનના યુવા બેટ્સમેન જાયસ્વાલ અને સંજૂ સેમસનને આઉટ કરીને રાજસ્થાનને રોકી રાખ્યુ હતુ. પર્પલ કેપની રેસ થઇ દમદાર
આઇપીએલમાં બુમરાહ ફરીથી ફોર્મમાં આવતા પર્પલ કેપની રેસ દમદાર બની ગઇ છે, આ રેસમાં સૌથી ટૉપ પર રબાડા છે. રબાડાએ 5 મેચોમાં 12 વિકેટો ઝડપી છે અને પર્પલ કેપ પહેરી રહ્યો છે. વળી બૉલ્ટ 6 મેચોમાં 10 વિકેટ બીજા નંબર પર છે, હવે 6 મેચમાં 10 વિકેટની સાથે ત્રીજી પૉઝિશન પર બુમરાહ પહોંચી ગયો છે. જોકે, બૉલ્ટની ઇકૉનોમી બુમરાહથી સારી છે. આમ હવે પર્પલ કેપની રેસ મજેદાર બની રહી છે.