‘ખાસ ખબર’ દ્વારા અહેવાલ પ્રસિધ્ધ
કરતા બોગસ ડૉકટર અકળાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
રાજ્યમાં બોગસ તબીબો ગ્રામ્ય વિસ્તારોમાં અશિક્ષિત પ્રજાને આર્થિક રીતે લૂંટી તેઓના સ્વસ્થ્ય સાથે પણ છેડા કરતા નજરે પડે છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે ડિગ્રી વગર ક્લિનિક ખોલી બેઠેલા બોગસ તબીબ તુષાર રાજપૂત ડોકટર તરીકેની કોઈપણ ડિગ્રી નહીં ધરાવતો હોવા છતાં અહીંના રણ કથા વિસ્તરણ ગામડામાં રહેતા દર્દીઓની સારવાર કરી ઇન્જેક્શન અને બોટલો ચડાવતા હોવા અંગેની અહેવાલ ખાસ ખબર દ્વારા 19 એપ્રિલના રોજ પ્રસિધ્ધ કરાયો હતો પરંતુ ખાસ ખબરે પ્રસિધ્ધ કરેલ અહેવાલથી બોગસ તબીબના પેટમાં તેલ રેડાયું હતું અને ખાસ ખબરના પ્રતિનિધિને હજુ પણ વધુ સમાચાર પ્રસિધ્ધ કરવા તથા પોતે અગાઉ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાથી જિલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા ઝડપી ચૂક્યો હોવાના લીધે કોઈ ફેર નહીં પડતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી કરતા માફક બોગસ તબીબ તુષાર રાજપૂતની દાદાગીરી સામે આવી હતી. ત્યારે આ પ્રકારે ડિગ્રી વગર ગુન્હાહિત પ્રવૃતિ કરતા તબીબને આ પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિ કરવામાં કોઈ ડર નહીં હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે મૂળ બિહાર રાજ્યના અને ગુજરાતના કાયદાને પણ બિહાર સમાન સમજવાની ભૂલ કરનાર તબીબને હવે ગુજરાત પોલીસ ક્યારે કાયદાનું ભાન કરાવે છે ? તે જોવું રહ્યું.