લાંબા વિકેન્ડ બાદ ભારતીય શેરબજાર મંગળવારે તેજી સાથે ખૂલ્યું છે, બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 250 પોઈન્ટ કરતાં વધુ ચઢ્યો તો નિફ્ટીના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.
લાંબા વિકેન્ડ બાદ ભારતીય શેરબજાર મંગળવારે ફરી ખૂલ્યું હતું અને ખૂલતાની સાથે જ શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 250 પોઈન્ટ કરતાં પણ વધુ ચઢી ગયો હતો, તો બીજી તરફ નિફ્ટીના શેરમાં પણ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે.
- Advertisement -
Sensex climbs 276.61 points to 61,389.05 in early trade; Nifty up 89.65 points to 18,154.65
— Press Trust of India (@PTI_News) May 2, 2023
- Advertisement -
જણાવી દઈએ કે BSE સેન્સેક્સ 276.61 પોઈન્ટ વધીને 61,389.05 પર અને NSE નિફ્ટી 89.65 પોઈન્ટ વધીને 18,154.65 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં તેજી સાથે અને 5 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય NSE નિફ્ટીમાં 50 માંથી 41 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં અને 9 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.