શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. SENSEXમાં 446.95 પોઈન્ટનો ઉછાળો થતા 70,817.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રેલવે અને બેન્કના શેરમાં તેજી જોવા મળી રહી છે. SENSEXમાં 446.95 પોઈન્ટનો ઉછાળો થતા 70,817.50 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. NIFTYમાં 69 પોઈન્ટનો વધારો થતા 21,307.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 239 પોઈન્ટનો વધારો થતા 45,255 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે.
- Advertisement -
બુધવારે સેંસેક્સ ગઈકાલની સરખામણીએ 70,370.55 સ્તરની સરખામણીએ આજે 200 પોઈન્ટના ઘટાડા સાથે 70,165.49 પોઈન્ટ પર ખુલ્યો હતો. થોડા સમય પછી શેરબજારમાં તેજી આવતા સેંસેક્સમાં 400 પોઈન્ટનો વધારો થતા 70,875.72 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટી આજે 21,185.25 પર ખુલ્યો હતો અને 21,316.60 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
1,631 શેરમાં તેજી
નિફ્ટીના 43 શેરમાં અપર સર્કિટ અને 53 શેરમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી. NSEના 1,631 શેરમાં તેજી જોવા મળી અને 530 શેરની કિંમતમાં ઘટાડો થયો છે. 71 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 53 શેરની કિંમત 52 સપ્તાહના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે.
BSEના ટોપ 24 શેરમાં ઉછાળો
BSE SENSEX અનુસાર ટોપ 30 શેરમાંથી 24 શેરની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. 6 શેરની કિંમતમાં ઘટાડો થયો છે. એક્સિસ બેન્ક અને એશિયન પેંટ્સમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત SBI, ઈંડસઈંડ બેન્ક અને IT શેરની કિંમતમાં તેજી જોવા મળી છે.