શહેરનાં મુખ્ય માર્ગો પર રખડતા પશુનો અડિંગો: મનપા નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો પર રખડતાં પશુઓએ અડિંગો જમાવ્યો છે, તેમજ ગિરનાર દરવાજા વિસ્તારમાં આખલા યુદ્ધ થયુ હતું. જૂનાગઢ શહેરમાં રખડતા પશુને દૂર કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહ્યું છે.
શહેરમાં વારંવાર આખલા વચ્ચે લડાઈ થઈ રહી છે. અગાઉ લોકો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા પરંતુ મહાનગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. જૂનાગઢ શહેરને રખડતા પશુના ત્રાસમાંથી મુક્તિ આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં ત્રણ આખલા વચ્ચે લડાઈ જામી હતી.