ખીણમાંથી હિજરત કરીને આવેલા પંડિતોને હવે જમ્મુમાં પણ પરેશાની
‘વિકાસ’ના નામે દશકાઓથી ધંધો કરતા પંડિતોની ‘રોજી’ છીનવી લેવા અબ્દુલ્લા સરકારનું કૃત્ય
- Advertisement -
જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા સરકારના આગમન બાદ એક તરફ વધેલા ત્રાસવાદી હુમલાની ચિંતા વચ્ચે રાજય સરકારે જમ્મુમાં કાશ્મીરી પંડિતોની દુકાનો પર બુલડોઝર ફેરવી દેતા તેનો જબરો વિરોધ સર્જાયો છે.
જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરીટીએ ગઈકાલે કાશ્મીર ખીણમાંથી હિજરત કરીને અહી વસેલા કાશ્મીરી પંડિતોની લગભગ 12 દુકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. લગભગ બે દશકા પુર્વે ખીણમાંથી લાખો કાશ્મીરી પંડિતોને હિજરત કરવાની ફરજ પડી હતી. ખીણમાં તો તેમના મકાન-દુકાનો અને અન્ય મિલ્કતો તો અહી વસતા અન્ય સમુદાયના લોકોએ કબજે કરી જ લીધી છે પણ જમ્મુ ક્ષેત્ર જે હિન્દુ બહુમતી ધરાવે છે ત્યાં વસેલા કાશ્મીરી પંડિતોને પણ હવે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
આ બુલડોઝર કાર્યવાહીમાં દુકાનદારોએ જણાવ્યું કે તેઓને કોઈ નોટીસ આપવામાં આવી ન હતી અને ફકત 24 કલાકમાંજ દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું. હવે ભાજપ-પીડીપી અને આપની પાર્ટીએ રાજય સરકારના આ પગલાનો વિરોધ કરીને ધરણા પ્રદર્શન યોજયા હતા તથા તેઓએ આ તોડી પડાયેલી દુકાનોના સ્થાને નવી ખોલી આપવા સરકાર સમક્ષ માંગ કરી હતી.
- Advertisement -