રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૧, શુક્રવારના રોજ પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, EWS-1 અને MIG-1 આવાસોનો ફાળવણી ડ્રો રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે થશે.
સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૧, શુક્રવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે, પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮, જિલ્લા ગાર્ડન ખાતે, પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, EWS-1 અને MIG-1 આવાસોનો ફાળવણી ડ્રો રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, પુર્વ મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ મેયર રક્ષાબેન બોળીયા, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર વોર્ડ નં.૧૪ નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ પરમાર, વોર્ડ નં. ૧૪ના પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી વિપુલભાઈ માખેલા, નરેન્દ્રભાઈ કુબાવત વિગેરે ઉપસ્થિત રહેશે.
- Advertisement -
રૂ.૨.૭૯ કરોડના ખર્ચે પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮નું નવનિર્મિત બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે. આ બાંધકામ આશરે ૧૭૪૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, ૯ ક્લાસરૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફરૂમ, લાઈબ્રેરી વિગેરે સુવિધા આપવામાં આવેલ છે.
તા.૦૮/૧૦/૨૦૨૧ના રોજ ૨૩ ઈલેક્ટ્રીક બસનું શુભારંભ કરવામાં આવશે.
ભારત સરકારશ્રીના ઉપક્રમ DHI (Department of Heavy Industries) દ્વારા FAME India Scheme (Phase 2) અંતર્ગત રાજકોટ રાજપથ લી.ને “૫૦ મીડી એસી. ઈલેક્ટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલ”થી ખરીદ કરવાનું તા.૨૬/૦૮/૨૦૧૯ના રોજ મંજુર કરવામાં આવેલ. કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક મીડી એસી. ઈલે. બસ માટે મહત્તમ રૂ|.૪૫ લાખ સુધીની મર્યાદામાં ગ્રાન્ટ મંજુર કરવાનું નિયત થયેલ છે, જે ગ્રાન્ટની રકમ સદરહું કામે નિયત થનાર એજન્સીને તબક્કાવાર કેન્દ્ર સરકાર દ્વારા નિયત થયેલ ધોરણ અનુસાર બેન્ક ગેરેન્ટી સામે આપવામાં આવનાર છે.
- Advertisement -
FAME-II યોજના અંતર્ગત DHI તથા નીતિ આયોગની માર્ગદર્શિકા મુજબ “૫૦ મીડી એસી. ઈલેક્ટ્રીક બસ ગ્રોસ કોસ્ટ મોડલ”થી મેળવવા ઈ-ટેન્ડરની કાર્યવાહી માટે M/s.CRDF (CEPT RESEARCH AND DEVELOPMENT FOUNDATION), અમદાવાદને કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવેલ. ટેન્ડર પ્રક્રિયા બાદ (L-1) એજન્સી M/s. PMI Electro Mobility Solutions Pvt. Ltd. દ્વારા રજુ થયેલ અંતિમ ભાવ રૂ|.૫૩.૯૧/- પ્રતિ કિ.મી. ના દરે (With Charger) તા.૧૩/૧૨/૨૦૧૯ના રોજ મંજુરી અર્થેનો પત્ર આપવામાં આવેલ. “૫૦ મીડી એસી. ઈલેક્ટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલ” થી પુરા પાડવા અંગેનુ એગ્રીમેન્ટ તા. ૦૭/૦૭/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ.
v E-Bus માં ઉપલબ્ધ કરવામાં આવેલ સુવિધાઓ:-
• શહેરમાં ટ્રાફિકની ગીચતા તથા રસ્તાની પહોંળાઈની વિગતોને ધ્યાને લઈ ૯(નવ) મીટર લંબાઈની મીડી ઇલેક્ટ્રીક બસ
• સંપૂર્ણ વાતાનુકુલિત સુવિધાયુક્ત ઈ-બસ
• કુલ-૨૭(૨૪+૨૨+૧) મુજબની આરામદાયક બેઠકની ક્ષમતા
• ઈ-બસમાં મુસાફરોના મનોરંજન માટે FM Radio System ની સુવિધા
• ઈ-બસ GPS tracking System થી સુસજ્જ
• મુસાફરોની સલામતી માટે ઈ-બસની અંદર તથા બહારની બાજુએ કેમેરાની સુવિધા
• ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે Fire Extinguisher Bottle & Medical Kit ની સુવિધા
• ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે SOS – Emergency Alarm ની સુવિધા
• ઈ-બસમાં ફુલ્લી ઓટોમેટીક પ્રવેશ દ્વાર તથા ઈમરજન્સી દ્વારની સુવિધા
• ઈ-બસમાં મુસાફરો માટે પબ્લીક એનાઉન્સમેન્ટ અને પબ્લીક ઇન્ફોર્મેશન સિસ્ટમની સુવિધા
• ઈ-બસમાં મુસાફરોને આકર્ષિત કરે તે મુજબનું કલરફૂલ ઇન્ટીરીયર તથા એમ્બીયન્સ
E-bus ની એજન્સી M/s. PMI દ્વારા સદરહું કામના ટેન્ડર અન્વયે ઉપરોક્ત વિગતેના ૫૦ મીડી એ.સી. ઇલેક્ટ્રીક બસ ઉપરાંત તેને અનુસાંગિક ઇલેક્ટ્રીક બસના ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી કરવાની થાય છે. જે પૈકી હાલના તબક્કે આજી ડેપો, અમુલ સર્કલ, ૮૦’ ફૂટ રોડ ખાતે ટ્રાન્સફોર્મર તથા ઇલેક્ટ્રીક પેનલ રૂમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જયારે ઇલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટેનો શેડ બનાવવાની કામગીરી ચાલુ છે. M/s. PMI દ્વારા આજી ડેપો ખાતે કુલ-૨૫ ઇલેક્ટ્રીક બસ સપ્લાય કરવામાં આવેલ છે, જે પૈકી ૨૩ – ઇલેક્ટ્રીક બસનાં થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની કામગીરી પુર્ણ થયેલ છે. આગામી સમયમાં પ્રથમ તબક્કામાં કુલ-૧૬ ઇલેક્ટ્રીક બસો દ્વારા BRTS રૂટ પર ચલાવવામાં આવશે.
EWS -1નાં આવાસની કિંમત રૂ.૩ લાખ છે અને ૧૬૪૬ આવાસ બની રહેલ છે. જેમાં ૧૪૪૫ લોકો દ્વારા ફોર્મ ભરીને આવેલ. જેમાં ૬૫૭ ફોર્મ માન્ય રહેલ છે. આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.
MIG -1 નાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ છે. MIG -1 ૮૪૭ આવાસો માટે ૧૨૫ લોકો દ્વારા ફોર્મ ભરીને આવેલ. જેમાં ૫૯ ફોર્મ માન્ય રહેલ છે. MIG-૧ આવાસમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.