અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ, અનેક લોકો ફસાયાની આશંકા, ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું
અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બિલ્ડીંગ ઘરાશાઈ થતા અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જેને લઈ હવે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામને બચાવી લેવા રેસ્કયુ હાથ ધરાયું છે.
- Advertisement -
અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ થયાના સામે આવ્યા છે. હજી ગઇકાલે જ મણિનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.જે બાદમાં હવે આજે ગોમતીપુરમાં બિલ્ડિંગ ધરાશાઈ થયાનું ખૂલ્યું છે. સ્થાનિકો મુજબ આ બિલ્ડિંગ ધરાશાઈ થઈ તેમાં 30થી વધુ લોકો ફસાયાની આશંકા છે. ઘટનાને લઈ ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું છે.
મણિનગરમાં શું બની હતી ઘટના ?
અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ગઇકાલે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.