સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક પ્રકારના વીડિયો વાઈરલ થતા હોય રહે છે. અનેક લોકોને જાતજાતની રીલ્સ બનાવવાની આદત થઈ ગઈ છે. કેટલાક લોકો ઉત્તમ કન્ટેન્ટની રીલ્સ બનાવીને પૈસા પણ કમાય છે. તો કેટલાક લોકો વિચિત્ર પ્રકારની રીલ્સ બનાવે છે, જેના કારણે યુઝર્સ હસવાનું રોકી શકતાં નથી. આવી જ એક રમૂજી રિલ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.
View this post on Instagram- Advertisement -
પહેલીવાર કોઈ મહિલા ભેંસને આઈબ્રો કરતી જોવા મળી હશે
તાજેતરમા વાઈરલ થયેલા વીડિયોમાં એક ભેંસ આરામ ફરમાવી રહી છે, ત્યારે તેની બાજુમાં બેસીને એક મહિલા ભેંસની આઈબ્રો બનાવી રહી છે. નવાઈની વાત તો એ છે કે જાણે ભેંસ પણ આઈબ્રો બનાવવા માટે માથું નીચે રાખીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. આમ તો સામાન્ય રીતે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં આઈબ્રો કરાવતી જોઈ હશે, પરંતુ આવુ કદાચ પહેલીવાર કોઈ મહિલા ભેંસને આઈબ્રો કરતી જોવા મળી હશે. આ વિચિત્ર પ્રકારની રીલ્સ હાલમા ખૂબ જ વાઈરલ થઈ રહી છે, અને યુઝર્સ વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.
વીડિયો જોઈ યુઝર્સ આપી રહ્યા છે વિવિધ પ્રતિક્રિયા
- Advertisement -
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ timepass_need નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ વીડિયો ઝડપી વાઈરલ થવા લાગ્યો છે અને અત્યાર સુધી હજારો લોકોએ તેને જોઈ ચૂક્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જે દર્શાવે છે કે લોકોને આ પ્રકારના વિચિત્ર દૃશ્ય ખૂબ જ મનોરંજક લાગે છે. તો આ ફની વીડિયો પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતાં લખ્યું છે, ‘ભૈંસી પાર્લર’. તો એક યુઝરે લખ્યું છે કે, લાત મારશે. તો વળી બીજા એક યુઝરે લખ્યું કે, ‘લોકેશન આપો ઈન્ટનશીપ કરવા માટે.’ તો કેટલાક યુઝર ગાળો પણ આપી રહ્યા છે.