ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી એટલે કે ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે અને આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે.
- Advertisement -
આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજ્યના સંસદીય બાબતોના મંત્રી કમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં સરકાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે કહ્યું કે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધન થશે. બીજા દિવસે બજેટ રજૂ થશે જે આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું બજેટ હશે જેમાં સરકારનું વિઝન જોવા મળશે.
બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ
અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર ખાતે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ પણ લાવવાણા છે. 5 તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કામ કાજ સલાહકાર સમિતિમાં જે કામ કાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે.
- Advertisement -
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે
3 ફેબ્રુઆરીણા રોજ બજેટ રજૂ કરવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. એ વાત તો જાણીતી જ છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો લાભ લોકોને સીધો મળી રહ્યો છે. એવામાં હવે માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ સત્રની શરૂઆત પહેલા બુધવારે વિધાનસભામાં બિઝનેસ એડવાઇઝરી કમિટીની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસક પક્ષ અને સરકાર તરફથી બિલ અને દરખાસ્તો અને રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિપક્ષે જનતાના પ્રશ્નો માટે વધુ સમય આપવાની વાત કરી હતી. વિપક્ષ તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષી સભ્યોને વધુ સમય આપવો જોઈએ, જેથી કરીને જાહેર પ્રશ્નો યોગ્ય રીતે ઉઠાવી શકાય.