અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
ગુજરાતની જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.
- Advertisement -
મહત્વનું છે કે, અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.
અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી જ લાગુ કરાયો છે.
બ્રાન્ડ જૂનો ભાવ (રૂ. / 500 મિલી) નવો ભાવ (રૂ. / 500 મિલી)
અમૂલ ગોલ્ડ (500 મિલી) 31 32
અમૂલ શક્તિ (500 મિલી) 28 29
અમૂલ ગાય (500 મિલી) 26 27
અમૂલ તાઝા (500 મિલી) 25 26
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 22 23