રાજકોટમાં જ્યુબિલી ગાર્ડનની સામે આવેલી BSNLની ઑફિસની બહાર કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
બીએસએનએલના નિવૃત કર્મચારીઓ-અધિકારીઓના એસો.ના સંયુકત ફોરમ આજથી ધરણા ઉપર ઉતરી ગયા છે. રાજકોટમાં જ્યુબિલી ગાર્ડનની સામે આવેલી બીએસએનએલની ઓફીસની બહાર કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
- Advertisement -
બીએસએનએલનાં નિવૃત કર્મચારીઓ-અધિકારીઓના અણઉકેલ પ્રશ્નો છેલ્લા લાંબા સમયથી અધ્ધરતાલ લટકી રહ્યા છે. આ પ્રશ્નોને ઉકેલવા માટે અગાઉ અનેક વખત રજુઆત કરવા છતા તેનું પરીણામ શુન્ય રહેતા આ મામલે લડતના મંડાણ થવા પામેલ છે. બીએસએનએલના નિવૃત કર્મચારીઓ દ્વારા ટેલિકોમ મિનિસ્ટર, સેક્રેટરી, સાંસદો, જિલ્લા કલેક્ટરોને ઢગલાબંધ આવેદન, સહી કરેલા પત્રો આપવામાં આવ્યા છે. છતા આજ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી. બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓ જનરલ મેનેજરને 9માં પગાર પંચનો લાભ મળે છે. જ્યારે ગૃપ 3 અને 4ના અધિકારીઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.