બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં આવી બમ્પર ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી? સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ગ્રુપ સી,એએસઆઇ, એચસી બઢઈ અને અન્ય જુદી જુદી ખાલી ખાલી પડેલ પોસ્ટ્સ પર કોન્સ્ટેબલ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો બીએસએફની સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in ના માધ્યમથી આવેદન કરી શકે છે. ઓનલાઇન અરજી પત્રકો જમા કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર છે.
કોણ કરી શકે છે અરજી?
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, એએસઆઇ પદ માટે અરજી કરતા ઉમેદવારો પાસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માંથી ડ્રાફ્ટ્સમેનશિપ (સિવિલ)માં ડિપ્લોમા ડિગ્રી સાથે મેટ્રિકની ડિગ્રી હોવી જરૂરી છે. તો, એચસી અને કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેંડમાં આઈટીઆઈ પ્રમાણપત્રની સાથે મેટ્રિકની ડિગ્રી હોવી જરૂરી છે.
- Advertisement -
કેવી રીતે કરશો અરજી?
બીએસએફમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો જે ખાલી પડેલ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે સત્તાવાર વેબસાઈટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો અને માન્ય આઈડી પ્રૂફ રજુ કરવાના રહેશે.