આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં ફરી રહ્યા છે ને આપણા સાંસદો દુનિયાભરમાં: કોંગ્રેસનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક મહિનો થઈ ગયો છે. 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. જોકે, આ હુમલામાં સામેલ આતંકવાદીઓ હજુ સુધી પકડાયા નથી. આ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે સરકારની પ્રાથમિકતા આતંકવાદીઓને પકડવાની હોવી જોઈએ, સાંસદોને અન્ય દેશોમાં મોકલવાની નહીં. હજુ પણ આતંકવાદી જમ્મુ અને કાશ્મીરમાં ફરી રહ્યા છે અને આપણા બધા સાંસદો દુનિયાભરમાં ફરી રહ્યા છે. જયરામે કહ્યું, મને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પહેલગામ હુમલાના આતંકવાદીઓ છેલ્લા 18 મહિનામાં થયેલા અન્ય ત્રણ આતંકવાદી હુમલાઓ માટે પણ જવાબદાર છે.
જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક કાર્યવાહીમાં ઇજઋએ પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચ પેડનો નાશ કર્યો. જોકે, આ કામગીરી કયા દિવસે હાથ ધરવામાં આવી હતી. આ માહિતી જાહેર કરવામાં આવી નથી. બીએસએફ અધિકારીએ બુધવારે ઓપરેશન વિશે માહિતી આપી. બીએસએફ કમાન્ડન્ટ ચંદ્રેશ સોનાએ કહ્યું કે, અમે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો. અમે તેમની ઘણી મિલકતોનો નાશ કર્યો. મસ્તપુરમાં એક આતંકવાદી લોન્ચ પેડ હતું, જેને અમે નષ્ટ કરી દીધું.
આ કાર્યવાહીમાં, તેમની પાંચ ચોકીઓ અને ઘણા બંકરોનો નાશ થયો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન સતત ભારતીય ક્ષેત્રને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ, ભારતે બુધવારે સાંજે પાકિસ્તાન હાઈ કમિશનના અન્ય એક અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. ભારત દ્વારા 8 દિવસમાં આ બીજી વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ 13 મેના રોજ, એક અધિકારીને ‘પર્સોના નોન ગ્રેટા’ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને ભારત છોડવાનું કહેવામાં આવ્યું હતું.
- Advertisement -
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ અધિકારી તેમના પદ મુજબ કામ કરી રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાંકી કાઢવામાં આવેલા અધિકારી પર ભારત વિરુદ્ધ જાસૂસી જેવા ગંભીર આરોપો છે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠન (ઠઇંઘ)ના પ્લેટફોર્મ પર બોલતા, ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે અને તેને પોષે છે. તે પોતાને આતંકવાદનો પીડિત તરીકે રજૂ કરી શકતો નથી. આતંકવાદી હુમલાઓના પ્રાયોજકો અને આયોજકો સીધા પાકિસ્તાની ધરતીથી કાર્યરત છે. પાકિસ્તાન જૂઠું બોલવા અને વિક્ટિમ કાર્ડ રમવા માટે ઠઇંઘ જેવા વૈશ્ર્વિક મંચોનો ઉપયોગ કરે છે.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ બે આતંકીઓ ઠાર માર્યા, હજુ એન્કાઉન્ટર યથાવત
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે.
કિશ્તવાડ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. હાઈ એલર્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. કિશ્તવાડના ચટરૂ હેઠળ આવેલા સિંહપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. અગાઉ 16 મેના રોજ થયેલી અથડામણમાં કેલાર, શોપિયાં અને ત્રાલમાં બે જુદા-જુદા અભિયાનો હેઠળ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.
જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે 20 મેના રોજ પાકિસ્તાન સ્થિત ચાર આતંકવાદી હેન્ડલર્સની સંપત્તિઓ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઉત્તર-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર અને દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં થઈ હતી.સોપોરમાં ત્રણ સંપત્તિઓ અને અવંતીપોરામાં એક સંપત્તિ જપ્ત થઈ હતી. સોપોરમાં અર્શિદ અહમદ ટેલી, ફિરદોસ અહમદ ડાર ઉર્ફ ઉમર ડાર અને નજીર અહમદ ડાર ઉર્ફ શબીર ઈલાહી નામના આતંકવાદીની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.