ખંડેરમાં કિશોરીની કેમિકલથી અર્ધ બળેલી લાશ મળી આવી: ધડ પરથી માથું ગાયબ: પેટ – છાતીમાં કપડાં ખોસી દેવાયા
ખાસ-ખબર ન્યૂઝ અયોધ્યા
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ પર રેપ-મર્ડરની ઘટનાએ પૂરા દેશમાં ખળભળાટ મચાવ્યો છે અને આ મામલે રાજકીય પક્ષો પણ સામસામા આવી ગયા છે. ત્યારે આવી જ ઘટના રામનગરી અયોધ્યામાં બની છે.
એક કિશોરી સાથે દુષ્કર્મ આચરી કેમીકલ છાંટી હત્યા કરી નખાયેલી લાશ મળી આવી છે. જોકે યુપીમાં અયોધ્યામાં આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ એક કિશોરી સાથે ગેંગ રેપ તેમજ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. કિશોરીનું કેમીકલથી અડધુ બળેલું શબ મળી આવ્યું હતું. તેના પેટ અને છાતીમાં કપડા ખોસવામાં આવ્યા હતા. કિશોરીનું શબ એક ખંડેરમાંથી મળી આવ્યું હતું જેમાં તેનું માથુ ગાયબ હતું.
અયોધ્યાના ગોસાઈગંજ રેલવે સ્ટેનમાં ખંડેરમાં બદલાઈ ગયેલા ડાક બંગલામાં કિશોરીનું શબ મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ શબનો અડધો ભાગ પૂરી રીતે ગળી ચૂકયો છે. હાથ અને પગ જ બચ્યા છે. જયારે છાતી અને પેટ બિલકુલ ખતમ થઈ ગયા હતા. તેમાં કપડા ભર્યા હતા. જયારે માથાનો પતો નહોતો, પોલીસે શબનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે. આ સાથે જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવામાં લાગી ગઈ છે.
- Advertisement -
એસ.પી. અતુલ સોનકરે જણાવ્યું હતું કે, પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. પીએમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. દરમિયાન આંબેડકરનગરના કનકપટ્ટી દશમેઢ નિવાસી કમલા દેવીએ ગોસાઈગંજ પોલીસ સ્ટેશને પહોંચીને જણાવ્યું હતું કે ગુરૂવારે એક ફોન આવ્યો હતો. કોઈએ કહ્યું હતું કે તમારી છોકરીની લાશ ગોસાઈગંજ રેલવે સ્ટેશન પાસે પડી છે. મહિલાની દિકરી 24 ઓગષ્ટે ઘરની બહાર નીકળી હતી. પણ તેની ગુમ થયાની કોઈપણ સુચના નોંધાઈ નથી.
પોલીસે કલાકો સુધી શોધખોળ કર્યા બાદ ડાક બંગલાના ખંડેર પાસે કિશોરીની લાશ મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે શબ જોતા એવું લાગે છે કે ઘટના કયાંક બીજે બની છે. મહિલાને જે વ્યકિતએ ફોન પર જાણકારી આપેલી તેનો પતો લગાવવામાં આવી રહ્યો છે. ડીએનએ રિપોર્ટ બાદ જ એ બાબતની પુષ્ટિ થશે કે શબ મહિલાની દીકરીનું છે કે અન્ય કોઈનું આ ઘટનાથી અયોધ્યામાં ખળભળાટ મચ્યો છે.