ભેસાણના રાણપુર ગામે દુ:ખદ ઘટના બની
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામે સેપ્ટિક ટેન્ક સફાઈ કરતી વેળાએ ઝેરી ગેસ ગળતરની અસર થતા સાળા – બનેવીના કરુણ મૃત્યુ નિપજ્યા હતા જયારે મકાન માલિક બચાવવા જતા તેના પરિવારના બે સભ્યોને ઝેરી ગેસની અસર થતા તે પણ બેભાન બની જતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ દુ:ખદ ઘટના મામલે ભેસાણ પોલીસે મકાન માલિક દીલીપભાઈ છગનદાસ કુબાવત રહે.રાણપુર વિરુદ્ધ માનવવધ સહીતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
આ અંગેની વધુ વિગત મુજબ, ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેપ્ટિક ટેન્ક ભરાઇ ગઇ હોવાથી તેને સફાઇ કરવાની હતી. ગઇકાલે રાત્રીના સમયે રાણપુરના દીપકભાઇ ખોડાભાઇ ચૌહાણ અને બીલખા નજીકના ભલગામમાં રહેતા સાળા દિલીપભાઇ ભુરાભાઇ વાઘેલા, એ સેપ્ટિક ટેન્કની સફાઇ કરવાનું શરૂ કર્યુ હતુ સાળા બનેવી 15 ફુટ જેટલી ઉંડી ટેન્કમાં સફા કરી રહ્યા હતા ત્યારે ઝેરી ગેસની અસર થઇ હતી. આ ગેસની અસરથી દિલીપભાઇ ચૌહાણ અને તેના સાળા દીલીપભાઇ વાઘેલા ટેન્કની અંદર જ પડી ગયા હતા.
આ અંગે જાણ થતા મકાન માલિક ધર્મેન્દ્રભાઇ કુબાવત અને જયદીપભાઇ કુબાવત સાળા બનેવીને બચાવવા ટેન્કની અંદર પડયા હતા તેઓને પણ ઝેરી ગેસની અસર થ જતા તે બેં પણ બેભાન થઇ ગયા હતા આ બાવથી દોડધામ થઇ ગ હતી. લોકોએ મહામહેનતે સફાઇ કરવા આવેલા સાળા-બનેવી અને મકાન માલિકને ટેન્કમાંથી બહાર કાઢી સારવારમાં ખસેડ્યા હતા પરંતુ દિલીપભાઇ ચૌહાણ અને તેના સાળા દિલીપભાઇ વાઘેલાનું મતો થયુ હતુ, જયારે મકાન માલિક ધર્મેન્દ્રભાઇ કુબાવત અને જયદીપભાઇ કુબાવતે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ, પોલીસ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને મૃતકના પત્ની કંગનાબેન દિલીપભાઇ ચૌહાણનું નિવેદન લઇ મકાન માલિક દિલીપ છગનદાસ કુબાવત વિરૂઘ્ધ માનવવધ સહિતની કલમનો ઉમેરો કરી ભેસાણ પોલીસમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



