પંદરથી વધુ રોજકારોના કરોડો રૂપિયા ખંખેરી બંને ભાઈ બહેન પલાયન: ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક શેર બજારના રોકાણકારોના રૂપિયા લઈ ભાઈ બહેન ક્ષફમવશ ગયા હોવાની કિસ્સો સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા શહેરમાં તળાવ શેરી વિસ્તારમાં રહેતા પ્રશંભાઈ ભરતભાઈ વાઘેલા અને તેઓના બહેન મીનાબેન ભરતભાઈ વાઘેલા દ્વારા જુદા જુદા પંદરથી વધુ રોકાણકારોની સાથેઇટેટ કેળવી શેર બજારમાં શરૂ પ્રોફીટ હોવાની લાલચ આપી રૂપિયા લીધા હતા. આ બંને ભાઈ બહેન દ્વારા છેતરવાની મોડસ ઓપરેન્ડીમાં પહેલા રોકાણકારો સાથે મિત્રતા કેળવી બાદમાં તેઓને શેર બજારમાં શરૂ પ્રોફેટ કમાવવાની લાલચ આપી રૂપિયા લેતા હતા જે બાદ કેટલાક મહિનાઓ સુધી રોકાણકારોને તેઓના રૂપિયાનું પ્રોફિટ આપવા માટે જણાવી થોડા અંશે રૂપિયા પણ આપતા હતા જે બાદ રોકાણકારોને વિશ્વાસ બેસી જતા વધુ રૂપિયા લઈ બંને ભાઈ બહેન ફરાર થઈ ચૂક્યા છે ત્યારે આ અંગે ધ્રાંગધ્રા પંથકમાંથી કુલ 15થી વધુ રોકાણકારોના 1,08,55,660 રૂપિયા લઈ પોતાના ઘરને તાળા મારી નાસી છૂટ્યા હોવાનું સામે આવતા તમામ રોકાણકારો દ્વારા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.