બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે ભારતીય મૂળના એક ડોક્ટરને મહિલા દર્દીઓની જાતીય સતામણીના કેસમાં વધુ બે વખત આજીવન કેદની સજા સંભળાવી છે. 53 વર્ષીય ડૉ. મનીષ શાહને અગાઉ પણ 3 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ભારતીય મૂળના એક ગુજરાતી ડૉક્ટરને બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ બે વખત આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ચાર વર્ષના સમયગાળામાં 28 મહિલાઓની જાતીય સતામણી કરવા બદલ દોષી ઠર્યા બાદ કોર્ટે આકરી કાર્યવાહી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.
- Advertisement -
જાતીય સતામણી કરનાર ગુજરાતી ડોક્ટરને 5 જન્મટીપ
53 વર્ષીય મનીષ શાહને અગાઉ પણ 3 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 15થી 34 વર્ષની મહિલાઓની 115 વખત જાતીય સતામણી બદલ મનીશ શાહને કુલ 5 વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
નરાધમને કોર્ટે ગયા મહિને ઠેરવ્યો હતો દોષિત
એક રિપોર્ટ મુજબ, મનીષ શાહ (ઉં.વ 53) પૂર્વ લંડનના રોમફોર્ડમાં જનરલ પ્રેક્ટિસ ક્લિનિક ચલાવતો હતો. ગત સોમવારે મનીશ શાહને બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરવાના કેસમાં બ્રિટેનની ક્રિમિનલ કૉર્ટે વધુ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની સાથે બે જન્મટીપની સજા ફટકારી છે. લંડનમાં આવેલા ક્લિનિકમાં મહિલાઓની જાતીય સતામણી કરવાના કેસમાં મનીશ શાહને કોર્ટે ગયા મહિને દોષિત ઠેરવ્યો હતો.
મનીશ શાહ મહિલાઓ માટે ખતરોઃ ન્યાયાધીશ
કોર્ટેના ન્યાયાધીશ પીટર રૂકેએ જણાવ્યું હતું કે, મનીશ શાહ મહિલાઓ માટે ખતરો છે. આ નરાધમ 2009થી 4 વર્ષમાં પોતાની જાતીય સંતુષ્ટિ માટે મહિલા દર્દીઓને બિનજરૂરી ઈન્ટીમેટ ટેસ્ટ કરાવવા માટે લોકપ્રિય હસ્તીઓના હાઈપ્રોફાઇલ કેસોનો ઉપયોગ કર્યો હતો. ડૉ. મનીષ હાઈ-પ્રોફાઈલ મહિલાઓનો ઉપયોગ કરીને સરળતાથી ભોળી મહિલાઓને ફસાવતો હતો. તેની સામે અત્યાર સુધીમાં કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના આરોપ લાગી ચૂક્યા છે. આ ઉપરાંત તેના પર કેન્સરનો ખોટો ભય બતાવી બિનજરૂરી બ્રેસ્ટ ટેસ્ટ કરવાનો આરોપ લાગ્યા હતા.
- Advertisement -
5 વખત આજીવન કારાવાસની સજા
આમ કુલ 28 મહિલાઓની 115 વખત જાતીય સતામણી કરવાના કેસમાં દોષી ઠર્યા બાદ વધુ બે જન્મટીપની સજા ફટકારી છે. આમ બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતામણી કરનાર ગુજરાતી ડોક્ટર મનીષ શાહને કુલ પાંચ વખત આજીવન કેદની સજા ફટકારી છે.