ભારતીય પાઇલોટ્સ ઓક્ટોબર 2026 થી RAF કેડેટ્સને હોક T2 જેટ પર તાલીમ આપશે, જે RAF પાઇલટની અછત અને વધતા દ્વિપક્ષીય લશ્કરી સહયોગ વચ્ચે સીમાચિહ્નરૂપ UK-ભારત સંરક્ષણ સોદો દર્શાવે છે.
બ્રિટને લાંબા ગાળા સુધી ભારત પર શાસન કર્યું અને સ્વતંત્રતા વખતે આપણા દેશમાંથી મોટા પ્રમાણમાં ધનની લૂંટ ચલાવી હતી. જોકે, આટલાં વર્ષો પછી હવે એક મોટો ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે: ભારતીય વાયુસેના (IAF)ના બે શ્રેષ્ઠ ‘ગન’ ટૂંક સમયમાં બ્રિટનમાં રોયલ એરફોર્સ (RAF)ના ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે. આ બંને IAF ટ્રેનર્સ, વેલ્સના ઉત્તર-પશ્ચિમી કિનારે આવેલા એન્ગલસી ટાપુ પર RAF વેલીમાં આવેલી નંબર 4 ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલમાં ફ્લાઇટ ટ્રેનિંગ મેળવી રહેલા RAF એરક્રૂ અધિકારીઓને પ્રશિક્ષણ આપશે.
- Advertisement -
ઑક્ટોબર 2026 પછી IAF ટ્રેનિંગ શરૂ થશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ, RAFના વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું કે તાલીમની શરૂઆતની તારીખ ઑક્ટોબર 2026 પહેલાં નક્કી થશે નહીં. બ્રિટનમાં આ તાલીમ અને પરિચય પ્રક્રિયા અનુભવના આધારે એક વર્ષ કે તેથી ઓછા સમયમાં પૂરી થઈ શકે છે. ટ્રેનર્સનો પગાર ભારત સરકાર ચૂકવશે, જ્યારે રહેઠાણની વ્યવસ્થા બ્રિટનનું રક્ષા મંત્રાલય કરશે. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇંગ ટ્રેનિંગ સ્કૂલ BAE હૉક TMK 2 વિમાન પર બ્રિટનના ભાવિ ફાઇટર પાઇલોટ્સને તાલીમ આપશે અને IAF ઇન્સ્ટ્રક્ટર્સ 3 વર્ષ માટે એન્ગલસીમાં રહેશે.
RAFના સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, IAFના ઇન્સ્ટ્રક્ટર્સને બ્રિટન લાવવાની યોજના IAF સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને વ્યાપક બ્રિટિશ સૈન્ય-રાજકીય લક્ષ્યોને સમર્થન આપવાના નવા અભિગમનો ભાગ છે. વડાપ્રધાન મોદીએ ગયા અઠવાડિયે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરની મુંબઈ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરી હતી. આ મુલાકાત વખતે, ભારતીય સેના માટે બ્રિટન-નિર્મિત લાઇટવેઇટ મલ્ટિરોલ મિસાઇલો માટે 350 મિલિયન પાઉન્ડની ડિફેન્સ ડીલ પર પણ હસ્તાક્ષર કરાયા હતા.