બેંગ્લુરૂમાં યોગ થેરાપી માટે ખાનગી પ્રવાસે આવ્યા છે
બ્રિટનના રાજા ચાર્લ્સ એક અંગત યાત્રા પર ભારતની મુલાકાતે આવ્યા છે. ચાર્લ્સ પત્ની કવીન કેમિલાની સાથે બેંગલુરુના મેડીકલ ફેસીલીટી ‘હોલિસ્ટિક હેલ્થ સેન્ટર’માં રોકાયા છે. ગત વર્ષે છઠ્ઠી મે એ બ્રિટનના રાજા તરીકે રાજયાભિષેક પછી ચાર્લ્સ પહેલીવાર ભારત આવ્યા છે.
- Advertisement -
ત્રણ દિવસની યાત્રા દરમિયાન કિંગ ચાર્લ્સ અને કવીન કેમિલા યોગ, મેડીટેશન સેશન અને થેરેપી લઈ રહ્યા છે. ચાર્લ્સ અને કેમિલા 30 એકરમાં ફેલાયેલા ઓર્ગેનિક ફાર્મ અને લોન્ગવોકનો પણ આનંદ લઈ રહ્યા છે. ચાર્લ્સને થેરેપી આપવા માટે સેન્ટરમાં ખાસ ટીમો તૈયાર રાખવામાં આવી છે. સેશન સંપન્ન થયા પછી એ પરત લંડન જતા રહેશે. જો કે, કિંગ ચાર્લ્સ બેંગલુરુના આ હેલ્થકેર સેન્ટરમાં પહેલીવાર આવ્યા નથી, 2019માં પોતાનો 71મો જન્મદિવસ અહીંયા ઉજવ્યો હતો. અત્યાર સુધી ચાર્લ્સ નવ વાર આ સેન્ટરમાં આવી ચુકયા છે.
બેંગલુરુની મેડીકલ ફેસીલીટી ચલાવી રહેલા ડો. આઈસેક મથાઈને કિંગ ચાર્લ્સે પોતાના રાજયાભિષેક સમારોહમાં આમંત્રીત કર્યા હતા. આ ઉપરાંત, તેમના ભાઈ અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રયુ પણ ભારતીય યોગી પાસેથી ઈલાજ કરાવી ચૂકયા છે.
ભારતીય યોગીએ કેટલાક વર્ષો સુધી એન્ડ્રયુને મંત્રો, મસાજ અને મેડીટેશનની થેરેપી આપી હતી. 2022માં એન્ડ્રયુને રૂપિયા 32 લાખની ફીનું બિલ કિંગ ચાર્લ્સએ મોકલ્યું હતું. પરંતુ તેમણે પૈસા ચૂકવવાનો ઈન્કાર કરી દીધો હતો.