કુદરતની કરામત તો જુઓ કે શિશુના બીમાર પડવાના સપ્તાહો અગાઉ માતાના દૂધ સાથે લેક્ટોફેરીન નામનું એક રોગ પ્રતિકારક મોલેકયુલ ભળવા લાગે છે અને શિશુ સાજું થયાના સપ્તાહો પછી પણ માના દૂધ મારફત બાળકની રક્ષા માટે મોરચો સંભાળી રાખે છે
માતાનું દૂધ પોતાના શીશુ માટે ચરબી, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ જેવા પોષક તત્વોના ઉત્કૃષ્ઠ સંયોજન માટે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત છે. જોકે માતાનું દૂધ પોષક તત્વોના આદર્શ સંયોજનથી ઘણું ઘણું વિશેષ છે. માતાનું દૂધ શિશુને અનેક રોગ સામે રક્ષણ આપે છે, શીશુના શરીરમાં તે એક અત્યંત તંદુરસ્ત પાચન પ્રણાલી તૈયાર કરે છે અને વળી તે બાળકના વ્યહવારને પણ પ્રભાવિત કરે છે, પરંતુ અફસોસ કે વિશ્વની આ સહુથી અનુપમ અનન્ય બાબત વીશે આપણે ઘણી અલ્પ જાણકારી ધરાવી છીએ. તેથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે આપણને એ વાતનો અહેસાસ પણ નથી કે વિશ્વની સહુથી વધુ અદભૂત જીવનદાયિની સંરચના વીશે આપણે અતી અલ્પ જાણકારી ધરાવી છીએ. એ કેવી દુ:ખદ અને આઘાતજનક વાત છે કે વિશ્વમાં માનવ માતાના દૂધ કરતાં ચા કોફી, વાઇન ટામેટાં પર ઘણા વધુ સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ટામેટા પર લગભગ 3,500 સંશોધનો થયાં છે, વાઇન પર સાત હજાર જેટલા સંશોધનો થયાં છે, કોફી પર તેનાથી પણ વધુ સંશોધનો થયા છે તેની સામે માતાના દૂધ પર ફક્ત 1,200 જેટલા જ વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે. આપણાં માટે શરાબ ચા કાફી ટામેટાની સરખામણીમાં માતાના દૂધનું મહત્વ ઘણું ઓછું છે! તેનું કારણ એ છે કે તેનું કોઈ બજાર નથી અને તે ઉપરાંત તે અનેક પ્રકારની બજારો તોડી શકે એમ છે. જોકે સાચા અર્થના સંશોધકો પોતાના સંશોધનો પર્યાપ્ત ભંડોળના અભાવની સ્થિતિમાં પણ સંશોધનો આગળ ધપાવી જ રહ્યા છે. અત્રે આ બાબતે કેટલાક સીમાચિન્હ રૂપ નિષ્કર્ષ રજૂ કરી રહ્યા છીએ.
- Advertisement -
માતાનું દૂધ અને બીમાર બાળકની સારસંભાળ
તે વાત તો અગાઉ જ સારી રીતે સ્થાપિત થઈ ચૂકી છે કે માતાનું દૂધ અને શિશુના જન્મના પ્રથમ દિવસે માતાના સ્તનમાંથી કોલોસ્ટ્રમ તરીકે ઓળખાતા જે પ્રવાહીનો સ્ત્રાવ થાય છે તે બાળકને ચેપથી બચાવતી એન્ટિબોડીઝ જેવી રક્ષણાત્મક તાકાત ધરાવે છે, પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જ્યારે બાળકોને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે દૂધમાં રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. એક સંશોધન મુજબ જ્યારે માતા અને બાળક બન્નેને શરદી થાય ત્યારે દૂધમાં શ્વેત રક્તકણોની માત્રા ફેક્ટર 64ના સ્તરે વધી જાય છે. વળી જ્યારે ફક્ત બાળક બીમાર પડે ત્યારે પણ શ્વેત રક્તકણો ફેક્ટર 13ના સ્તરે વધી જાય છે.
ઊંઘનું નિયમન કરતા મેલાટોનિન અને ટ્રિપ્ટોફન નામના બન્ને સ્લીપ હોર્મોન માતાના દૂધમાં મોજૂદ હોય છે અને તેની માત્રામાં વધઘટ થવાની એક ખાસ સાયકલ હોય છે. આ ગતિવિધિ શિશુને ઊંઘવામાં અથવા જાગવામાં મદદ કરતા હોય છે
આ ઘણી મોટી વૃદ્ધિ છે. સંશોધનો સૂચવે છે કે જ્યારે બાળકોને સૌથી વધુ જરૂર હોય ત્યારે માતાના દૂધમાં રોગપ્રતિકારક શક્તિ વધી નોંધપાત્ર સ્તરે વધી જાય છે.
એક બીજી અત્યંત રસપ્રદ વાત પણ અહી જણાવી દઉં, તો સાંભળો, લેક્ટોફેરીન નામનો એક રોગપ્રતિકારક મોલેક્યુલ હોય છે. તે હાનિકારક બેક્ટેરિયાની દીવાલોમાં પંકચર કરી તેમનો નાશ કરવાનું કામ કરે છે. હવે પ્રકૃતિની અદભૂત કરામત જુઓ કે શિશુના બીમાર પડવાના સપ્તાહો અગાઉ અને તે સાજુ થયાના સપ્તાહો પછી આ મોલેકયુલ મોરચો સંભાળી રાખે છે હવે વિચારો કે માતા પોતે તો બીમાર છે જ નહી, તો પછી ફક્ત શિશુની બીમારીના ઉપલક્ષ્યમાં જ જ્યારે આ મોલેકયુલની ગતિવિધિ ચોક્કસ પ્રકારે વધી જાય છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શિશુની બીમારી બાબતે સપ્તાહો પહેલા માતાના દૂધની બનાવટમાં આ આગોતરા ફેરફાર કોણ કરે છે!
આ કેવી રીતે બને છે? સંશોધનો કહે છે કે શિશુ સ્તનપાન કરી રહ્યું હોય છે ત્યારે માતાના સ્તનની નળીઓમાં પ્રવેશતી શિશુની લાળ બાળકના સ્વાસ્થ્ય બાબતે માતાના મગજને અહેવાલ આપે છે અને તેના પ્રતિભાવમાં બાળકને માતાના દૂધમાં વિશેષ રોગ પ્રતિકારક બળ મળે છે.
- Advertisement -
માતાનું દૂધ અને શિશુની નીન્દ્રા
નવા માતા-પિતા સારી રીતે જાણે છે કે શિશુઓને સૂવાના ટાઈમ ટેબલની કોઈ સૂઝ નથી હોતી. તે દિવસે કે રાતે ગમ્મે ત્યારે ગમ્મે એટલું સુવે છે કે નથી સુતું. તેની ઊંઘની જરૂરિયાત વીશે કાઈ ખબર નથી હોતી કે ન તો તેને એ બાબતે કાઈ સમજાવી શકાય છે. તેના મનમાં સત્તત ભાવો ઉત્પન્ન થાય કરતા હોય છે અને તે ઊંઘમાં સરી પડે એટલો તેને થાક પણ નથી હોતો. આ સંજોગોમાં તેનામાં નીંદ્રાની સમજ કોણ રોપે છે? અહી ફરી પાછું માતાનું દૂધ શિશુ અને માતાની મદદે આવે છે. આ વાત કાઇક એમ છે કે ઊંઘનું નિયમન કરતા મેલાટોનિન અને ટ્રિપ્ટોફન નામના બન્ને સ્લીપ હોર્મોન માતાના દૂધમાં મોજૂદ હોય છે અને તેની માત્રામાં વધઘટ થવાની એક ખાસ સાયકલ હોય છે. આ ગતિવિધિ શિશુને ઊંઘવામાં અથવા જાગવામાં મદદ કરતા હોય છે. સંશોધનો કહે છે કે મેલાટોનિનનું સ્તર દિવસના કરતાં રાત્રે ઉત્પન્ન થતા માતાના દૂધમાં લગભગ પાંચ ગણું વધી જતું હોય છે અને આમ બાળકમાં ધીમે ધીમે નિંદ્રાના સંસ્કાર રોપતા હોય છે. આપણે આપણા બાળકની સમાજના વિકાસમાં અતી અલ્પ ભૂમિકા ભજવતા હોઇએ છીએ અને તેની આપણને જાણ પણ હોતી નથી.
આ રીતે ઘડે છે માતાનું દૂધ પોતાના શિશુની ક્ષમતાઓ
પોતાની માતાના ગર્ભના સુરક્ષિત અને કોઈ પણ જાતની ખલેક વીનાના એકાંત વાતાવરણમાં નવ નવ મહિના આશરો પામનાર શિશુ દુન્યવી વાતાવરણ સાથે તાલમેલ કેવી રીતે મેળવતું હશે? શું આપણી સાર સંભાળ ઉછેર કેળવણી અને તાલીમ જ તેને આ જગતમાં રહેવા સક્ષમ બનાવે છે? જવાબ છે ગજ્ઞિં ફિં ફહહ! વાસ્તવમાં શારીરિક પ્રકારના માબાપ કરતા મા પ્રકૃતિ જ આ જગતમાં જન્મ લેનાર પ્રત્યેક શિશુને આ ધરતી પર જીવી જવા સક્ષમ બનાવે છે. વળી આ માટેની તેની રીત પણ બહુ નિરાળી અને સોફિશટીકેટેડ છે. પ્રકૃતિની દરેક કાર્યપ્રણાલી સ્ટેટ ઓફ આર્ટ સ્તરની જ હોય છે, તો હવે જાણો આ પણ.
કોર્ટિઝોન અને કોર્ટિસોલ નામના બે હોર્મોન્સ છે. આ હોર્મોન્સનું કામ તાણ સામે પ્રતિરોધક ક્ષમતાઓ આપી શરીરને સક્રિય ગતિશીલ રાખવાનું છે. આ હોર્મોન્સનું સ્તર માતાના બપોર, સાંજ અને રાત્રીના દૂધ કરતાં સવારના દૂધમાં સારું એવું વધુ હોય છે. આ કોર્ટિસોન અને કોર્ટિસોલ બન્ને શરીરના તાણ પ્રતિરોધક મિકેનીઝમ માટે ખુબ અગત્યના હોર્મોન છે. તે ઉપરાંત ઊંઘમાંથી સવારે ઉઠવાના સમયે દૂધમાં કોર્ટિસોલનું પ્રમાણ પાંચ ગણું વધી જાય છે. કારણકે તેણે શિશુના શરીર અને મનને સક્રિય કરી તેની સુસ્તી ઉડાડી વિકાસને વેગ આપવાનો હોય છે!
દૂધ આંતરડામાં રહેતા જરૂરી એવા સુક્ષ્મ જીવાણુઓ માટે આહાર
માતાનું દૂધ એ માત્ર બાળકો માટે ખોરાક નથી બલ્કે તે શિશુના
માતાના દૂધમાં ઓલિગોસેકરાઇડ્સ નામની એક અત્યંત જટિલ સંરચના હોય છે, આ જટિલ શર્કરા આંતરડાના બેક્ટેરિયાના પ્રકારને પ્રોત્સાહન આપે છે જે સંયોજનોને શોર્ટ-ચેઈન ફેટી એસિડ્સમાં પચાવી શકે છે જે, બાળકોને ખીલવા માટે ઉપયોગી બને છે
આંતરડામાં રહેતા જીવન માટે જરૂરી એવા અબજો સૂક્ષ્મજીવાણુઓ માટેનો ખોરાક પણ છે! આ જીવાણુઓ શરીરના પાચનતંત્રમાં પોતાના માટે એક થાણું ઉભુ કરે છે અને તે માટે આ દૂધ તેમને પોષણ આપે છે. તાજેતરના સંશોધનોમાં એવું પ્રસ્થાપિત થયું છે કે માતાનું દૂધ સુક્ષ્મજીવાણુઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે જે બાળકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સ્તનનાં દૂધનો 33% હીસ્સો શિશુના આહાર માટે નથી હોતો પણ જરૂરી એવા બેક્ટેરિયા માટે હોય છે. માતાના દૂધમાં ઓલિગોસેકરાઇડ્સ નામની એક અત્યંત જટિલ સાકર સંરચના હોય છે. આ જટિલ શર્કરા આંતરડાના બેક્ટેરિયાના પ્રકારને પ્રોત્સાહન આપે છે જે સંયોજનોને શોર્ટ-ચેઈન ફેટી એસિડ્સમાં પચાવી શકે છે – જે બાળકોને ખીલવા માટે ઉપયોગી બને છે.
માતાના દૂધમાં ભિન્નતા
બધા સ્તન જન્ય દૂધ એક સરખા નથી હોતા. એક માતાના દૂધ કરતા બીજી માતાના દૂધમાં પ્રોટીન, ચરબી, શર્કરા, હોર્મોન્સ અને અન્ય ઘટકોના સ્તરમાં વધઘટ હોય શકે છે. પરંતુ સ્તન દૂધની સા ભિન્નતા કેવળ એક માતાથી બીજી માતા સુધી મર્યાદિત નથી હોતી, વાસ્તવમાં જ્યારે એક જ માતા અલગ-અલગ બાળકોને સ્તનપાન કરાવે ત્યારે અને વળી શિશુના વિકાસના જુદા જુદા સમયગાળા દરમિયાન પણ દૂધનું આ સંયોજન અલગ અલગ પ્રકારનું હોઈ શકે છે.
આ ઉપરાંત તે બાળકની જાતિના આધારે પણ બદલાઈ શકે છે. માતાઓ ક્ધયા સંતાન માટે વધુ દૂધ ઉત્પન કરે છે, પરંતુ નર સંતાનો માટેનું દૂધ વધુ ચરબીયુક્ત હોય છે. આ પ્રકારનો તફાવત પશુઓના પોતાના બચ્ચા માટેના દૂધમાં પણ હોય છે તે વાત વૈજ્ઞાનિક રીતે પ્રસ્થાપિત થઈ છે અને તે પુરવાર કરે છે કે ચાહે કોઈ પણ પ્રકારના પશુના દૂધ માટે કોઈ ગમ્મે એટલી તરફેણ કરે પણ પ્રકૃતિની વ્યવસ્થા મુજબ પશુઓના દૂધમાં માનવીના પોષણ અને વિકાસ માટે કોઈ પ્રાવધાન હોતા નથી.
માતાના દૂધમાં સ્ટેમ સેલ
તાજેતરના વર્ષોમાં જ માતાના દૂધમાં એક બિલકુલ અનપેક્ષિત ઘટક જોવા મળ્યું હતું, તે છે સ્ટેમ સેલ
વૈજ્ઞાનિકો કહે છે દૂધ વાટે શિશુને આ જે સ્ટેમ સેલ મળે છે તે પુખ્ત ઉંમરે તેના શરીરના કોષોને સ્થિતિસ્થાપકતા જાળવી રાખવામાં સહાયક બને છે.
વૈજ્ઞાનિકોએ માનવ સ્તદૂધમાંથી કાઢવામાં આવેલા સ્ટેમ કોશિકાઓ પ્રયોગશાળામાં જાળવી રાખે છે અને પછી તેને સ્તન્ય પ્રાણીઓના ગર્ભમાં રહેલા બચ્ચાની રક્ષા માટેની આચ્છાદન ગ્રંથીઓ તૈયાર કરે છે. હજુ સુધી કોઈ એ જાણી શક્યું નથી કે માતાનું દૂધ શિશુના શરીરમાં કેવી રીતે એક માતાના દુત તરીકે માતાની કરુણા તેનું વાત્સલ્ય શિશુના અસ્તિત્વ પર વરસાવે છે પણ અફસોસ કે ગીર ગાયના દૂધ વિશે જે જાણકારી આપણે ધરાવીએ છીએ તેનો એક ટકો જ્ઞાન પણ આપણને આપણી માતાના દૂધ અંગે નથી. અલબત્ત સત્ય તો એ છે કે જો આપણે આપણી માતાના દૂધ અંગેના રહસ્યો ન જાણતા હોઈએ તો પશુઓના દૂધ અંગેનું આપણું જ્ઞાન એક ભ્રમણાથી વિશેષ બીજું શું હોય!