શાળાઓની ફી માત્ર એક ક્લિક પર જોઇ શકાશે
ફી વસૂલાતમાં પારદર્શકતા લાવવા સરકારની કવાયત
- Advertisement -
5780 શાળાઓના ફી ઓર્ડર સાર્વજનિક
ઋછઈનો વાલીઓને મોટી રાહત આપતો નિર્ણય : નિર્ધારિત ફી સિવાય વધારાની રકમ વસૂલવાનો રસ્તો બંધ; નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે શિક્ષણ વિભાગ લેશે એક્શન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ઋછઈએ નક્કી કરેલી ફી છુપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલવાની ફરિયાદો સતત સામે આવી રહી હતી. આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (ઋછઈ)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5,780 ખાનગી સ્કૂલની નિયત ફી ઋછઈની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. અમદાવાદ ઝોનની વાત કરીએ તો શહેરની 2,310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી પહેલેથી જ ઓનલાઈન અપલોડ કરવામાં આવી છે. ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ ફીનું માળખું જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં ઋછઈ અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે ઋછઈ દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વની વાત એ છે કે નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.
અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચના હોવા છતાં ઘણી જગ્યાએ તેનું પાલન થતું નહોતું. પરિણામે વાલીઓ અજાણ રહેતા. હવે ઋછઈની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.
સ્કૂલ ફી અને ઋછઈ નિયમો અંગેની જાણકારી
શું સ્કૂલ વાલીઓ પાસેથી ઋછઈમાં માંગેલી ફી ઉઘરાવી શકે?
હ ના, સ્કૂલ ઋછઈમાં માંગેલી નહીં, પરંતુ માત્ર માન્ય રાખેલી ફી જ ઉઘરાવી શકશે.
સ્કૂલ પોતાની રીતે નક્કી કરેલી ફી ઉઘરાવે તો ક્યાં ફરિયાદ કરવી?
હ વાલીઓ ઋછઈ કમિટી સામે અથવા ઉઊઘ (ઉશતિશિંભિં ઊમીભફશિંજ્ઞક્ષ ઘરરશભયિ) ને ફરિયાદ કરી શકે છે.
ઋછઈએ જે સ્કૂલોની ફી માન્ય કરી છે તેની વિગતો ક્યાં જોવા મળશે?
હ વિિંાં://રભિલીષફફિિ.ંજ્ઞલિ/પરથી સ્કૂલનું નામ સર્ચ કરીને પોતાની ફીની વિગતો જાણી શકાય છે.
જો વાલી ઋછઈએ નક્કી કરેલી ફી ન ભરે તો શું કાર્યવાહી થઈ શકે?
હ જો વાલી ઋછઈ દ્વારા નક્કી થયેલી ફી ભરવાનો પણ ઇનકાર કરે, તો સ્કૂલ નિયમાનુસાર કાર્યવાહી કરી શકે છે.
સ્કૂલ ઋછઈએ નક્કી કરેલી ફી કરતા વધુ ઉઘરાવે તો શું કાર્યવાહી થશે?
હ સ્કૂલ ઋછઈની મંજૂરી વગર ફી વધારો કરી શકે નહીં. જો વધુ ફી માંગે, તો સ્કૂલ સામે સુપ્રીમના અવમાનનો (ઈજ્ઞક્ષયિંળાિં જ્ઞર ઈજ્ઞીિિ)ં કેસ થઈ શકે છે.



