ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે ભાજપ સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને કોર્પોરેટર નેહલ શુક્લ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ સંકલન સમિતિની બેઠકમાં છેલ્લી ઘડીએ એજન્ડા અપાતા આ બોલાચાલી થઈ હોવાનું ઉપરાંત ઉડાઉ જવાબોને કારણે મામલો વધ્યો હોવાનું અને પદાધિકારીઓ દ્વારા ભાષાનો વિવેક પણ ચૂકાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે ખાસ-ખબર દ્વારા પદાધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ પક્ષની આંતરિક બાબત હોય કશું બોલવાની ના પાડી દીધી હતી.
સ્ટેન્ડિંગ પૂર્વે સંકલન સમિતિની બેઠકમાં જયમીન ઠાકર અને નેહલ શુક્લ વચ્ચે બોલાચાલી
