પોરબંદર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
મોરબીમાં વિપ્ર યુવાનની હત્યાના આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત બ્રાહ્મણ સમાજ પોરબંદર અને સંત ત્રિકમાચાર્ય સેવા સમિતિ તેમજ બોહળી સંખ્યામાં જ્ઞાતીજનો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
- Advertisement -
ઓડદર નિવાસી બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિનો સ્વ. રાજેશ કાંતિલાલ જોષી નામનો 22 વર્ષીય નવયુવાન થોડા સમય પૂર્વે મોરબી ખાતે નોકરી ધંધા માટે ગયો હતો. રાજેશભાઈ જોષી તેમના માતા-પિતાનો એક જ કમાનાર પુત્ર હતો. આ યુવાનની ગત તા. 1/12/2024ના રોજ એક શખ્સ દ્વારા હત્યા કરી નાખવામાં આવેલ છે. પોલીસે યુવાનના હત્યારાને ઝડપી લેવામાં આવ્યો છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ તેમજ મૃતક પરિવારજનો દ્વારા આ હત્યારાને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી માતા-પિતાના એકના એક પુત્ર તથા 3-3 બહેનોના એકના એક ભાઈને યોગ્ય ન્યાય મળી શકે તેવી માંગ સાથે સમસ્ત બ્રાહ્મણ સમાજ પોરબંદર કમલેશભાઈ થાનકી, પ્રમુખ સંત ત્રિકમાચાર્ય સેવા સમિતિ પોરબંદર કેતનભાઈ જોષી, કાઉન્સિલર નિલેશભાઈ જોષી, અતુલભાઈ બાપોદરા, કિરીટભાઈ થાનકી, તુલસીભાઈ મોઢા, કાંતિભાઈ જોષી દિલીપભાઈ જોષી,મયુરભાઈ જોષી રાજુભાઈ જોષી, વિષ્ણુભાઈ થાનકી, સ્વ.રાજેશભાઈ જોષીના બહેનો પ્રીતિબેન, નિશાબેન, હિરલબેન તેમજ બોહળી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.