ફિલ્મ બ્રહ્માસ્ત્ર ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રીલીઝ થશે. જાણો વિગતવાર
રણબીર કપૂર – આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એ રહસ્ય પરથી પરદો ઉઠી ગયો છે કે બ્રહ્માસ્ત્ર કયા ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સીનેમઘરોમાં રીલીઝ થઈ હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ફિલ્મને લઈને બૉયકોટની માંગ પણ ચાલી રહી છે, છતાં પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અમુક ક્રિટિક્સ છતાં પણ કહે છે કે ફિલ્મના બજેટના હિસાબે બોક્સઓફિસ કલેક્શન હાલમાં તો સામાન્ય જ છે.
- Advertisement -
આ પ્લેટફોર્મ પર રીલીઝ થશે બ્રહ્માસ્ત્ર
આલિયા – રણબીરની મલ્ટી સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’ હાલમાં જ સીનેમાઘરોમાં રીલીઝ થઈ છે. ફિલ્મને લઈને ખૂબ જ બઝ ક્રિએટ કરવામાં આવ્યું હતું. ફિલ્મને દર્શકોનો મિક્સ્ડ રિસ્પોન્સ મળી રહ્યો છે. ડિઝનીનાં 100 વર્ષ પૂરા થવાની ખુશીમાં ડી23 એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ફિલ્મની ઓટીટી રીલીઝ ડેટનો ખુલાસો થયો નથી
ડી23 એક્સપોનાં પહેલા દિવસે ઇન્ડિયન ફેન્સ માટે ઘણી સીરિઝ તથા ફિલ્મોનું એલાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારતમાં ટીવી અને ઓટીટી કન્ટેન્ટ પ્રમુખ ગૌરવ બેનર્જીએ ખુલાસો કર્યો કે ફિલ્મ બ્રહ્માસ્ત્રને થોડા સમય બાદ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે તારીખનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.
- Advertisement -
ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રૉય, સાઉથ સ્ટાર નાગાર્જુન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ છે.